<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

પાટણમાં સેવાયજ્ઞ :પદ્મનાભ જન્મ જયંતીએ માત્ર 20 રૂપિયામાં સર્વ સમાજની સારવાર માટે ક્લિનિક શરૂ: લેબ સહિતની સુવિધા

ક્લિનિકમાં ડો. કેવલ પ્રજાપતિ સેવા આપે છે :ક્લિનિકમાં દવા, રિપોર્ટ, એક્સ-રે, સોનોગ્રાફી અને લેબોરેટરી જેવી સુવિધાઓ રાહતદરે મળશે. તાવ, શરદી, ખાંસી, બી.પી, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય રોગો માટે નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજે પદ્મનાભ ભગવાનની 623મી જન્મજયંતિ નિમિત્તે સર્વ સમાજ માટે માત્ર 20 રૂપિયામાં સારવાર આપતી પદ્મનાભ ક્લિનિકનો શુભારંભ કર્યો છે. જેમાં તમામ પ્રકારની સારવાર થઈ શકશે. મહત્ત્વનું છે કે, દર મહિને એક વખત સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા નિદાન કેમ્પ યોજાશે. ક્લિનિકમાં ડો. કેવલ પ્રજાપતિ સેવા આપે છે.ક્લિનિકનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવી આરોગ્ય સેવા આપવાનો છે.

પાટણના ભોલેનાથ પાર્ક સોસાયટીની બાજુમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા શ્રી પદ્મનાભ ક્લિનિકનો પ્રારંભકરવામાં આવ્યો છે. આ ક્લિનિકમાં દવા, રિપોર્ટ, એક્સ-રે, સોનોગ્રાફી અને લેબોરેટરી જેવી સુવિધાઓ રાહતદરે મળશે. તાવ, શરદી, ખાંસી, બી.પી, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય રોગો માટે નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવશે.

 

પ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.કે મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગમાં કોઈ બીમારી આવી જાય ત્યારે સારવાર માટે હાલત કફોડી બનતી હોય છે. પદ્મનાભ ક્લિનિકમાં માત્ર 20 રૂપિયામાં સારવાર અને દવા કરાશે સાથે સાથે એક્સરે, લેબોરેટરી સહિતની વ્યવસ્થા રાહતદરે કરવામાં આવશે. જેનો સર્વ સમાજના લોકો લાભ લઈ શકશે.

 

(2:01 PM IST)