તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 4th April 2025
ગીર સોમનાથમાં મેગા ડિમોલિશન સામે સ્થાનિકોનો વિરોધ : ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક સામે ફરિયાદ
સોમનાથના શંખ સર્કલ પાસે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો હટાવાતા વિરોધમાં લોકોએ રસ્તાઓ પર ઉતરીને ચક્કાજામ કર્યું: ભાર વિવાદ વચ્ચે રાયોટીંગ, ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ

સોમનાથના શંખ સર્કલ પાસે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. વિરોધમાં લોકોએ રસ્તાઓ પર ઉતરીને ચક્કાજામ કર્યું, જેના કારણે સોમનાથ આવતા-જતા માર્ગો પર ટ્રાફિક ખોરવાઈ ગયું હતું. ચક્કાજામ બાદ પોલીસે ઝડપથી પગલાં લઈને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કેટલાક સ્થાનિક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધર્યા, જ્યારે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા આગળ વધારવામાં આવી.
શંખ સર્કલ પાસે ગેરકાયદેસર બાંધકામો હટાવવાની પ્રક્રિયા દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ડિમોલિશનથી તેમની આજીવિકા અને રહેઠાણ પર અસર પડશે, જેના કારણે તેઓ આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે
દરમિયાન પોલીસે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહીત અનેક લોકોની અટકાયત કરી લીધી છે
દરમિયાન વેરાવળ મામલતદારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રાયોટીંગ, ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ નોંધાવી છે
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
