<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

વેરાવળ મામલતદારની પોલીસ ફરિયાદ બાદ કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતનાને ઉઠાવી લેવાયા

ડિમોલિશનમાં રુકાવટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ:હુમલામાં SI હિરેન ઝાલા અને અન્ય પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયાનો ફરિયાદમાં ઉલ્લેખ : વિમલ ચુડાસમા સહીત 15 લોકોની અટકાયત:15 લોકોની શોધખોળ

ગીર સોમનાથમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે ફરિયાદ નોધાઈ હતી અને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. વિમલ ચુડાસમા સહિત 15થી વધુની પોલીસે અટકાયત કરી લીધી છે. વેરાવળ મામલતદારે ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ડિમોલિશનમાં રુકાવટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં SI હિરેન ઝાલા અને અન્ય પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા તોફાન કરવા, તોફાનીઓને ઉશ્કેરવા, પોલીસ પર પથ્થરમારો કરવા સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને વિમાન ચુડાસમાને પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે જ ઉઠાવી લેવાયા હતા. આ ઉપરાંત તેમની સાથે રહેલા 15 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત 15 લોકોની શોધખોળ શરૂ છે. આ પ્રકારે કુલ 30 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ડિમોલિશન શરૂ થતા સ્થાનિકો અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર પહોંચ્યા હતા.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર હાલ સોમનાથમાં મેગા ડિમોલેશન ડ્રાઇવ ચાલી રહી છે. જેના અંતર્ગત શહેરમાં રહેલા તમામ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા શંખ સર્કલ પાસે દબાણ હટાવવામાં આવી રહ્યું હતું. ત્યારે અચાનક કેટલાક લોકોનું ટોળું ધસી આવ્યું હતું. પોલીસ સાથે પહેલા ઘર્ષણ બાદ પથ્થરમારો કર્યો હતો. જેના પગલે પોલીસે કડક કાર્યવાહી કરતા ટોળાની આગેવાની કરી રહેલા ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેના સમર્થકોને ઉઠાવી લેવામાં આવ્યા હતા.

વેરાવળ મામલતદાર અનિલ ભગત દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવતા પોલીસ દ્વારા સરકારી કામમાં રૂકાવટ, પોલીસ પર હુમલો, ઓન ડ્યુટી સરકારી કર્મચારી પર હુમલો સહિતની અનેક કલમ હેઠળ કેસ દાખલ કરીને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 15 લોકોને ઉઠાવી લેવાયા હતા. જ્યારે કુલ 40 કરતા વધારે લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. વિવિધ વીડિયો અને સીસીટીવી ફુટેજના આધારે ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી રહી છે.

(8:54 PM IST)