<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આખો દિ' અગનવર્ષા

મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડીગ્રી ઉપર વહી જતા આકરો તાપ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડીગ્રી ઉપર વહી જતા ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..  જૂનાગઢ સહિત સોરઠમાં આજે સતત ત્રીજા દિવસે પણ આકાશમાંથી અગ્નિવર્ષા થતા જનજીવનને વ્‍યાપક અસર થઈ છે.

છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે શુક્રવારે પણ જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૨૦.૨ ડીગ્રી નોંધાયું હતું.

જોકે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ટકા રહેતા એકંદરે ઠંડક રહી હતી. પરંતુ બપોર થતાની સાથે આજે પણ મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રી આસપાસ રહેતા લોકોની મુશ્‍કેલીમાં વધારો થયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો  લઘુતમ તાપમાન ર૧.પ, મહત્તમ તાપમાન ૩૯.પ, ભેજનું પ્રમાણ ૯પ ટકા, પવનની ગતિ ૬.૭ કિ. મી. રહી હતી. (પ-રપ)

      

(11:40 AM IST)