<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

શાપર-વેરાવળની સર્વોદય સોસાયટીમાં ગાળો બોલવા પ્રશ્‍ને પિતા-પુત્રી પર હૂમલો

કિશોરભાઈ દેસાઈની શાપર પોલીસમાં બાલો અને દિલાવર ઉર્ફે ગદો વિરૂધ્‍ધ ફરિયાદ

રાજકોટ, તા.૫: શાપર-વેરાવળની સર્વોદય સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવા પ્રશ્‍ને પિતા-પુત્રી પર બે શખ્‍સોએ હૂમલો કરતા ફરિયાદ થઈ છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં આવેલી સર્વોદય સોસાયટી શેરીનં.રમાં રહેતા કિશોરભાઈ નાથાભાઈ દેસાઈ (ઉ.વ.૫૦) એ શાપર પોલીસ મથકમાં સોસાયટીમાં રહેતો બાલો અને વેરાવળ હાઉસીંગ સોસાયટીના દિલાવર ઉર્ફે ગદો કાસમભાઈ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે.

કિશોરભાઈ તા.૩ના રોજ રાત્રે પોતાના ઘરે હતા. ત્‍યારે બાલો અને દિલાવર ઉર્ફે  ગદો બંને ઘર પાસે ગાળો બોલતા હોઈ તેથી કિશોરભાઈએ બંનેને ગાળો બોલવાની ના પાડતા બંને શખ્‍સો કિશોરભાઈને ગાળો આપી બોલાચાલી કરી પ્‍લાસ્‍ટીકના પાઈપથી  હૂમલો કરી માથાના ભાગે ઈજા કરી હતી. દેકારો સાંભળી તેની પુત્રી બહાર આવતા તેને પણ પાઈપથી મારમારી હાથના ભાગે ઈજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને શખ્‍સો ધમકી આપી નાશી ગયા હતા. આ અંગે એ.એસ.આઈ. બી.સી. સોલંકી એ તપાસ હાથધરી છે.

(12:13 PM IST)