News of Saturday, 5th April 2025
ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના આઠમના હવન સાથે મહાપ્રસાદ : અનુષ્ઠાનની પૂર્ણાહુતીમા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પરિવારની પ્રેરક ઉપસ્થિતિ
માતાજીના પુરા ભાવ સાથે દર્શન કર્યા અને માતાજીના આશીર્વાદ લીધા મંદિર ટ્રસ્ટ વતી પૂજારીઓએ સંજયભાઈનુ માતાજીની ચુંદડી ઓઢાડીને સન્માન કરાયું

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫ : ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના હવન સાથે મહાપ્રસાદ નું પણ અનેરૂ આયોજન અને અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞ સંપન્ન થયો હતો.
જુનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબા ની શક્તિપીઠ અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં આઠમ ( હવન અષ્ટમી)નો યજ્ઞ મંદિર પરિસર ખાતે યોજાયો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે માતાજીનો હવન અને શ્રી સૂક્તના પાઠ બપોરે મહા આરતી બાદ મહા પ્રસાદ સાથે માતાજી ના નવરાત્રી અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ કરાય હતી આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પરિવાર સાથે માતાજીના દર્શન પૂજન અને હવનમાં સહભાગી થયા હતા અને માતાજીના પુરા ભાવ સાથે દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા અને મંદિર ટ્રસ્ટ વતી પૂજારી ઓ એ સંજયભાઈ ને માતાજીની ચુંદડી ઓઢાડીને સન્માન કરાયું હતું.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
