News of Saturday, 5th April 2025
માળિયાના ખીરઈ ગામે બુટલેગરો બંધુઓએ સરકારી જમીન પર ખડકી દીધેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના ખીરઈ ગામે બુટલેગર બંધુઓએ સરકારી જમીન પચાવી પાડી હતી અને સરકારી જગ્યામાં મકાન ખડકી દીધું હતું જે દબાણ હટાવવામાં આવ્યું હતું પોલીસ ટીમો અને મામલતદાર ટીમ દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા
માળિયા તાલુકાના ખીરઈ ગામે અબ્બાસ હબીબ જેડા અને જાકબ હબીબ જેડાએ ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કર્યું હતું જે દબાણ હટાવવા આજે ડીવાયએસપી પી.એ.ઝાલા, માળિયા પીઆઈ આર.સી.ગોહિલ, મોરબી પીઆઈ કે. કે. દરબાર તથા પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર સહિતની ટીમ દ્વારા બંન્ને બધુઓના ગેરકાયદેસર દબાણને દુર કરવામાં આવ્યું હતું. ગુનાહિત ઈતિહાસ ધરાવનાર બંને ભાઈઓએ સરકારી જમીન પર મકાન ખડકી દીધું હતું જે દબાણ મામલતદાર અને પોલીસ ટીમોએ દુર કર્યા હતા.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
