News of Saturday, 5th April 2025
મોરબી નજીક કારખાનામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ સુરતથી પકડાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સિરામિક કારખાનામાંથી એક સગીરાને ભગાડી જનાર સાહુલ ઉર્ફે સાહિલ દયારામ લોદી (ઉ.વ.ર૦) ધંધો-મજુરી( રહે. ઉતરપ્રદેશવાળા) ને તાલુકા પોલીસની ટીમે સુરતના પાંડેસરા ગુ.હા.બોર્ડ ઉમીયા રેસીડેન્સી ખાતેથી પકડી લઈ તથા ત્યાંથી ભોગ બનનારને શોધી કાઢી મોરબી તાલુકા પોલીસ મથકે લઈ આવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
