News of Sunday, 6th April 2025
જય શ્રી રામના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ, મોરબીમાં ભક્તિભાવ, હર્ષોલ્લાસ સાથે રામનવમીની નીકળી ભવ્ય શોભાયાત્રા.
---શોભાયાત્રા રાત્રીના 12 વાગ્યે રામમહેલ મંદિરે પહોંચશે, ત્યાં ભવ્ય મહાઆરતી યોજાશે: દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં રામનવમીની ભવ્ય

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનું આજે સાંજે સર્કિટ હાઉસથી પ્રસ્થાન થયું છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને જય શ્રી રામના નારા લગાવી મોરબીને રામમય બનાવી દીધું છે.
રામનવમીની આ શોભાયાત્રામાં 12થી વધુ વિવિધ ફ્લોટ્સ છે. મોરબી શહેરના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા નીકળી રહી છે. શોભાયાત્રાના રૂટ પર હિંદુ સમાજ દ્વારા સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. શોભાયાત્રામાં 10થી વધુ સ્કૂલ પોતાના ટેબ્લો સાથે જોડાયા છે. શોભાયાત્રા દરમિયાન રાભે 8-30ની આસપાસ બાપા સીતારામ ચોક ખાતે આરતી કરવામાં આવશે અને રાત્રે 12 વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થયે રામ મહેલ મંદિર ખાતે આરતી કરવામાં આવશે.
આ શોભાયાત્રામાં મોરબી જિલ્લાના તમામ હિંદુ સમાજના સંગઠનો જોડાયા છે. આ શોભાયાત્રાનું આયોજન પણ સમગ્ર હિંદુ સંગઠનો અને સમસ્ત હિંદુ સમાજ દ્વારા જ કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામ મહેલ મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
