<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

જામનગરમાં રામ સવારીમાં સાંસદ પૂનમબેન માડમે નારી શક્તિના દર્શન કરાવ્યા

કોળી સમાજ આયોજિત ફ્લોટ્સ પાસે શક્તિનું સ્વરૂપ એવી ખુલ્લી તલવાર લઈને નારી શક્તિના દર્શન કરાવતા અનેક શ્રીરામ ભક્તોએ જય જય શ્રી રામના નારા લગાવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ :   જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ગઈકાલે શહેરમાં યોજાયેલી રામ સવારી માં ઉત્સાહભેર જોડાયા હતા, અને પંચેશ્વર ટાવર વિસ્તારમાં સૌપ્રથમ ભગવાન રામ લક્ષ્મણ જાનકીની પાલખીનું પૂજન કર્યું હતું, ત્યારબાદ તેઓએ કોળી સમાજ દ્વારા આયોજિત ફ્લોટ્સ પાસે શક્તિ નું સ્વરૂપ એવા ખુલ્લી તલવાર લઈને નારી શક્તિના દર્શન કરાવ્યા હતા. તે વેળાએ અનેક શ્રીરામભક્તોએ જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

ત્યારબાદ પૂનમબેન માડમ દ્વારા પંચેશ્વર ટાવર ના ચોકમાં જયશ્રી રામ નો નારો ગજવ્યો હતો, ત્યારે સમગ્ર પંચેશ્વર ટાવર વિસ્તારમાં રામમય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

(9:36 AM IST)