News of Monday, 7th April 2025
પુ.હરિચરણદાસજી મહારાજની ૧૦૩મી જન્મ જયંતી દ્વારિકાધીશજીની ધજાજી ચઢાવી ઉજવતા ડો.યોગેશ વસાણી

રાજકોટ, તા.૮: પ્રતી વર્ષની જેમ સદગુરૂ ૧૦૦૮ મહામંડલેશ્વર પુ.હરિચરણદાસજી મહારાજશ્રીની ૧૦૩ મી જન્મ જયંતી નિમિતે દ્વારિકાધીશજીની ધજાજી ચઢાવી ડો.યોગેશ વસાણી પરીવાર દ્વારા ધામઘૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સદગુરૂની જન્મ તિથિ ચૈત્ર સુદ છઠના રોજ હોય સદગુરૂનાં કળપાપાત્ર શિષ્ય ડો.યોગેશ વસાણી અમરનગરનાં પરિવાર આજીવન ધજાજીનુ આરોહણ કરે છે આ ૨૦મી ધજાજી છે.
દરે વર્ષે ડો.યોગેશ વસાણી એકદમ મોટું મન રાખી પરીવારનાં સભ્યો, મિત્ર પરીવાર કે સદગુરૂ પરીવારનાં સભ્યોને ધજાજી પૂજનનો લાભ આપે છે. હાલ ભઞવાન દ્વારકાધીશની ધજાજી નોંધાવોતો ધણા સમય પછી લાભ મળે છે પરંતુ ડો.યોગેશ વસાણી પ્રતી વર્ષ બધાંને લાભ આપે છે બીજુ મહત્વનું એ છે કે શોભાયાત્રા અને મંદિરની પ્રદિક્ષણા વખતે દર્શનાર્થીઓ માંથે ધજાજી આપિ બધાંને ધન્ય કરે જે લોકો ધજાજી ચડાવવા સક્ષમ હોય એ ધજાજી પોતાના માથે આવતા જ નાચી ઉઠે અને હરખનાં અશ્રુ સાથે આશિર્વાદ આપે છે.
પ્રતી વર્ષની જેમ આં વખતે પણ આટકોટના તેમનાં પરીવારના વિજય વસાણી અને એમના મિત્ર મુળ ભાવનઞર જીલ્લાના પાલડી ઞામના હાલ સુરત રહેતા રાજુભાઈ સુતરીયા અને તેમના પત્નિ જાગળતીબેનના કહેવાથી સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા મેકિસમા ગોપી મહિલા મંડળે આ ધજાજીનાં પૂજનનો લાભ લીધો હતો.
ગોપી મહિલા મંડળની વળધ્ધ માતાઓ અને બહેનોએ ખૂબ ભાવથી પૂજન અને શોભા યાત્રા કાઢેલ ગોપી મંડળના ભાવનાબેન,ચંપાબેન,ઉષાબેન, વિમલાબેન,ઞીતાબેન,જાગળતીબેન સહીતના બહેનો દ્વારા મંડળના કોઈ પણ બહેનોને અગવડતા ન પડે તેનુ ધ્યાન રાખ્યુ હતુ.
આ મંડળે ધજાજી નિમિતે રાજભોગનો મનોરથ અને ઠાકોરજીને વષાોનો શણગાર ચડાવેલ ધજા છેલ્લી હતી એટલે ધજાજી આખી રાત્રિ મંદીર પર ફરકતી રહી અને વષાો શયન સમયે બદલેલ એટલે વષાો પણ સવારે મંગળા આરતી દર્શન સુઘી આખી રાત્રિ દવારકાએ ધારણ કર્યા હતી. સત્ય, પ્રેમ, કરુણા યુક્ત ડો યોગેશ વસાણી યુગલનું મહિલા મંડળે આભાર માની શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ અને સતત વિસ વર્ષથી દ્વારકાના ડો.ધર્મેન્દ્ર મજીઠીયાનાં ઘરે ધજાજી પધરાવવાનો લાભ મળવા બદલ એ પરિવારે ડો.યોગેશ વસાણી પરીવારને દ્વારિકાધીશજી મોટી છબી સ્મળતિ સ્વરૂપે ભેટ આપીને સન્માન કર્યુ હતુ તેમજ ધજાજીનુ પૂજન વસાણી પરીવારનાં ગોર અરવિંદભાઇ વાયડાએ કરાવેલ વસાણી પરીવાર સાથે આવેલ એમના બેનો શીતલબેન તન્ના, સોનલબેન સામાણી, વીણાબેન મજીઠીયાને મેઈન યજમાન બનાવી મુખ્ય પુજા બેનોનાં હાથે કરાવી વસાણી પરીવાર બાજુમાં બેસી ઉદારતા દાખવી હતી. ઉલ્લેખનિય છે કે ડો.યોગેશ વસાણી પુ.જલારામબાપાના વેવાઈ સંત શિરોમણી પુ.જસુમાંનાં વંશજ છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
