<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

જામનગરમાં શોભાયાત્રા દરમિયાન સુરક્ષાના ભાગ રૂપે પોલીસ તંત્ર દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૭ :  જામનગર શહેરમાં ગઈકાલે તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસેથી રામ સવારી નો પ્રારંભ થયો, ત્યારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સૌ પ્રથમ વખત શોભાયાત્રા ની સુરક્ષા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, તેમજ શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની ટુકડી દ્વારા સમગ્ર શોભા યાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાની ગોઠવણ કરીને હવામા ડ્રોન ઉડાવીને સમગ્ર વિસ્તારનું મોનીટરિંગ કરવામાં આવ્યુ હતું.

(11:02 AM IST)