News of Monday, 7th April 2025
વાંકાનેર ગાયત્રી શકિતપીઠમાં આજે ૩૩માં પાટોત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ
નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ, મહાનુભાવોના સન્માન સમારંભ તથા હજારો માંઇ ભકતો માટે મહાપ્રસાદ તડામાર તૈયારીઓનો ધમધમાટઃ મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૭ :.. વાંકાનેર મહાકાળી તળેટી (ટેકરી) માં શહેરની નં. ૧ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ ધરાવતી (તત્વાવધાન શાંતિકુંજ - હરીદ્વાર પ્રેરીત શ્રી વાંકાનેર ગાયત્રી શકિતપીઠનો ૭ તે ત્રીસમો પાટોત્સવ ધાર્મિક-સેવાકીય થકી ધામધુમથી ઉજવાશે.
કાર્યક્રમના પ્રારંભે સ્થાપિત દેવતાઓનુ઼ પૂજન-અર્ચન તથા સમુહ જપ સવારે ૮ થી ૧ર કલાકે ત્યારબાદ બપોરે ર-૩૦ કલાકથી નવકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે જ સાંજે પ-૩૦ કલાકે પૂર્ણાહૂતિ થશે.
ત્યારબાદ સાંજે ૬ કલાકે અનેક મહાનુભાવોનો સન્માન સમારંભનો પ્રારંભ થશે. સહિત અન્ય મહાનુભાવોનો સન્માન સમારંભ શકિત પીઠના મહંત શ્રી અશ્વિનબાપુ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાશે.
ત્યારબાદ સાંજે સાત કલાકથી માંના ભકતજનો તથા આમંત્રીતો માટે મહાપ્રસાદ શરૂ થશે તો આ પુનિત પળે - પ્રત્યેક ક્ષણે આપના શુભ સહયોગનું સ્મરણ થાય અને એ શકિતનું અમૃતપાન કરવા તથા યજ્ઞ નારાયણને આહુતી અને દિવ્ય દેવી ચેતનાની અનુભુતી કરવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા સહ પરિવાર સાથે આમંત્રીત મહાનુભાવોને શ્રી ગાયત્રી પરિવાર વાંકાનેર યાદી આપતા જણાવેલ છે.
શ્રી ગાયત્રી શકિત પીઠના મહંત શ્રી અશ્વિનબાપુ રાવલે યાદી આપતા જણાવેલ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
