<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગુજરાતે સહકારી પ્રવૃતિને મજબુત બનાવવાનું કામ કર્યુ : અમિતભાઇ શાહ

સહકારી પ્રવૃતિઓમાં સરકારનું પણ સમર્પણ : ભુપેન્‍દ્રભાઇ પટેલ સહકારી પ્રવૃતિઓને કેન્‍દ્ર અને રાજય સરકારે વધુ મજબુત બનાવી : દિલીપભાઇ સંઘાણી :ઇફકો - કલોલ પ્‍લાન્‍ટના સ્‍થાપનાના ૫૦ વર્ષની ઉજવણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૭: સહકારી ચળવળની આગેવાની લેનાર ગુજરાત સહકારથી સમળધ્‍ધિ તરફ આગળ વધી રહયુ છે તેના મૂળમાં ગુજરાતની આગવી સુઝબુઝ ધરાવતી સહકારી પ્રવળતિ અને ઈફકો છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભૂવનદાસ પટેલ, ઉદયભાણ સિંહજી, વૈકુંઠ મહેતાના સમયથી કાર્યરત ગુજરાતની સહકારીતા મુલ્‍યોનું સંવર્ધન અને સહકારીતાના મૂળને મજબૂત કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી કરી રહેલ છે જેનો શ્રેય પણ ગુજરાતને ફાળે જાય છે તેમ દેશના સૌથી મોટા ઈફકો ખાતર પ્‍લેન્‍ટ કલોલ સ્‍થાપનાના ૫૦ વર્ષ પૂર્ણતાની ઉપલક્ષમાં યોજાયેલ સુંવર્ણ જયંતિ મહોત્‍સવ અને બીજ સંશોધન કેન્‍દ્ર શિલાન્‍યાસ અવસરે મુખ્‍યમહેમાન પદેથી બોલતા અમિતભાઈ શાહે જણાવેલ હતું. રાજયના મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ એ જણાવેલ કે, સરકાર પણ સહકાર સાથે સમર્પણ ભાવથી કામ કરી રહેલ છે, રાજયના વિકાસમા આ બંને ક્ષેત્રના આદાન-પ્રદાનથી અસરકારક પરિણામો મેળવી રહ્યા છીએ.  બહુહેતુક કાર્યક્રમને સંબોધતા ઈફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ જણાવેલ કે, કલોલ માત્ર ખાતર ઉત્‍પાદનના નામ સાથે જોડાયેલ નહિં રહે, હવે બીજ સંશોધન કેન્‍દ્રમા પણ કાઠું કાઢશે અને તે પ્રવળતિમા પણ અગ્રેસર ભૂમિકા ભજવશે તેમ જણાવી ત્રિભૂવનભાઈ પટેલની સહકારી મંછાઓને ગુજરાતની ભૂમિના માધ્‍યમથી સમગ્ર દેશમા પ્રસરાવશે તેમ જાણવેલ.

 કલોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં અમિતભાઈ શાહ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ઉપરાંત કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઈફકોના MD ડો.ઉદયશંકર અવસ્‍થી, સંસદસભ્‍યો હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ધારાસભ્‍ય લક્ષ્મણજી ઠાકોર સહિતના મહાનુભાવો, સહકારી અગ્રણીઓ, સહકારી મંડળીના પ્રતિનિધિશ્રીઓ તેમજ વિશાળ સંખ્‍યામા જનસમુહ ઉપસ્‍થિત રહેલ હતા

(2:08 PM IST)