<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

મેળા અને ઉત્‍સવો એ ભારતીય સંસ્‍કળતિના અભિન્ન હિસ્‍સાઃ મુળુભાઇ બેરા

પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્‍કળતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથઃ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ પર સોમનાથ ખાતે ભવ્‍ય નળત્‍ય મહોત્‍સવ યોજાયો ૪૦૦ કલાકારોએ મનમોહક વિવિધ રંગારંગ પ્રસ્‍તુતિઓ રજૂ કરી લોકોના મન મોહ્યાઃ પ્રવાસન મંત્રી સહિતનાં મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૭: માધવપુર ખાતે તા.૬ થી ૧૦ એપ્રિલ સુધી ભગવાન શ્રી કળષ્‍ણ અને રૂક્ષ્મણી વિવાહના ઉપલક્ષ્યમાં પરાપૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની થીમ પર ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયો હતો.

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ આ અવસરે જણાવ્‍યું કે, મેળા અને ઉત્‍સવો એ ભારતીય સંસ્‍કળતિના અભિન્ન હિસ્‍સા છે. પરાપૂર્વથી ભારતીય સંસ્‍કળતિમાં મનપાંચમનો મેળા તરીકે ઓળખાતા ઉત્‍સવો અને લોકમેળાઓનું અનોખું મહાત્‍મ્‍ય રહ્યું છે. જૂનાગઢનો શિવરાત્રિનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો, તરણેતરનો મેળો, છોટાઉદેપુરનો ક્‍વાંટના મેળા સહિત રાજ્‍યમાં ૧૫૦૦થી વધુ મેળાઓનું  આયોજન થાય છે. આ મેળાઓ વિવિધ સંસ્‍કળતિઓને એકમેકથી જોડવાનું માધ્‍યમ બની રહ્યાં છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભારતની આ વિરાસતને ‘વિકાસ ભી ઔર વિરાસત ભી' ની ભાવનાથી જોડીને તેને વિશ્વભરમાં ખ્‍યાતિ અપાવી છે. માધવપુરનો મેળો આજે રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકારના પ્રયાસોના કારણે વિશ્વ વિખ્‍યાત બન્‍યો છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવાના કારણે આજે રાજ્‍યમાં ૧૮.૬૪ કરોડ લોકો ગુજરાતના સ્‍થાપત્‍ય, વિરાસત અને લોકસંસ્‍કળતિને માણવા માટે આવે છે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૨૩થી માધવપુરનો મેળો ચાર દિવસના બદલે પાંચ દિવસ સુધી ઉજવવાનું નક્કી કર્યું હતું. આ વર્ષે એક તારીખથી સુરત, અમદાવાદ, વડોદરા અને આજે ગીર સોમનાથ ખાતે પ્રી-ઈવેન્‍ટના ભાગરૂપે પૂર્વની સંસ્‍કળતિનું પヘમિની સંસ્‍કળતિ સાથે ઐકય સધાય એ રીતે નળત્‍ય, સંગીત દ્વારા જોડવાનો પ્રયત્‍ન કર્યો છે.

જિલ્લા કલેકટર દિગ્‍વિજયસિંહ જાડેજાએ સ્‍વાગત પ્રવચન કરતાં જણાવ્‍યું કે, પ્રવાસન વિભાગના સહયોગથી માધવપુરના મેળાની પ્રી-ઈવેન્‍ટના ભાગરૂપે આ કાર્યક્રમ કરવાનું સૌભાગ્‍ય ગીર સોમનાથ જિલ્લાને મળ્‍યું તે માટે વહીવટીતંત્ર વતી આભારની લાગણી વ્‍યક્‍ત કરી આ કાર્યક્રમથી સ્‍થાનિક કલાકારોની કલાકારીને ઉત્તેજન મળશે અને તેમની કલાને પ્રદર્શન કરવાની તક મળશે એમ જણાવ્‍યું હતું. પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્‍થિતિમાં સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે યોજાયેલા ભવ્‍ય રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમમાં એકથી એક ચઢિયાતી સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેણે ઉપસ્‍થિત સૌ કોઈના મન મોહી લીધા હતાં.

એક તરફ સમી સાંજે ક્ષિતિજે દરિયા અને પળથ્‍વીનું મિલન થતું હોય એવા માહોલ વચ્‍ચે નળત્‍ય મહોત્‍સવમાં કલાકારોની ઉર્જાસભર સાંસ્‍કળતિક કળતિઓથી સોમનાથ પૂર્વોત્તર અને ગુજરાતની સંસ્‍કળતિના મિલનથી ઝૂમી ઉઠયું હતું. આ અવસરે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હરેશભાઈ મકવાણાએ આભારવિધિ કરી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને એમ.ડી. એસ. છાકછુઆક, જિલ્લા વિકાસ અધિકારી સ્‍નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્‍ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા,  પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ઝવેરીભાઈ ઠકરાર, ડો. સંજયભાઈ પરમાર, અગ્રણીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્‍થાના વિદ્યાર્થીઓ, એન.જી.ઓ.ના પ્રતિનિધિઓએ આ સાંસ્‍કળતિક કાર્યક્રમ મન ભરીને માણ્‍યો હતો.

(2:28 PM IST)