News of Tuesday, 8th April 2025
મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા ભત્રીજીના જન્મ દિવસ નિમીત્તે દર્દી નારાયણની સેવા માટે મેડિકલ કેમ્પ યોજ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : નિવેદિતા રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી(વ્યવસાયે શિક્ષિકા) દ્વારા ડો.હસ્તલેખા( હસ્તી)બેન મહેતાના ૧૬૬મા કેમ્પનું આયોજન બાવા અહેમદ શાની મસ્જિદ પાસે કાલિકા પ્લોટમાં કરવામાં આવ્યું .જેમાં દર્દીઓને તપાસી ત્રણ દિવસની દવા સાથે જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપેલ. આ કેમ્પમાં કાસમભાઈ સંધી તેમજ નરેશભાઈ ગોહેલ( ઓડ) દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરુ પાડતા સુંદર શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવ્યું, કાલિકા પ્લોટ રહેવાસીઓએ પણ સરસ સહકાર આપ્યો અને બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. કેમ્પ સહાયક શ્રી રશ્મીનભાઈ દેસાઈ, ચંદ્રલેખાબેન મહેતા, દર્શનાબેન ત્રિવેદી, નિશાબેન દેસાઈ, કૌશિકાબેન રાવલ તેમજ નિવેદિતા શાસ્ત્રીએ સેવા આપેલ. કુ.નિવેદિતા શાસ્ત્રી દ્વારા ડૉ હસ્તીબેનને અનુદાન રૂપે રોકડ રકમ ભેટ આપવામાં આવેલ.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
