News of Tuesday, 8th April 2025
મોરબીના મોડપર ગામની સીમમાંથી દેશી હાથ બનાવટના કટ્ટા સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મંદિર આગળ જામનગર માળિયા હાઈવે ગોલાઈ પાસેથી પોલીસે એક શખ્શને ગેરકાયદે હાથ બનાવટના કટ્ટા સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોડપર ગામની સીમમાં મહાદેવ મંદિર આગળ જામનગર માળિયા હાઈવે ગોલાઈ પાસે એક ઇસમ હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની બાતમી મળી હતી જેથી ટીમે સ્થળ પર રેડ કરી આરોપી યુનીશ જુસબ સુમરા (ઉ.વ.૪૯)( રહે સુમરા સોસાયટી, મોરબી વાળા) ને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટનો કટ્ટો કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
