News of Tuesday, 8th April 2025
કચ્છમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકારના ઓઠા તળે પૈસા પડાવનાર ઝડપાયો
નાગલપર (અંજાર) ના રોશનઅલી સાંઘાણી દ્વારા ભેડિયામાં આવી ફોટોગ્રાફી કરી ખનિજ ચોરીનો આક્ષેપ મૂકી હપ્તાની માંગણી કરી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : પૂર્વ કચ્છ પોલીસે અંજારના વીડી ગામે ખાણ માલિક પાસે પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઓળખ આપી મહિને ૫ હજાર રૂપિયાનો હપ્તો માંગનારની ધરપકડ કરી છે. ગત ૨૬ જાન્યુઆરીના બનેલ આ બનાવ અંગે ફરિયાદી અબ્દુલ ઓસમાણ જતએ નાગલપર (અંજાર) ના રોશનઅલી સાંઘાણી દ્વારા ભેડિયામાં આવી ફોટોગ્રાફી કરી ખનિજ ચોરીનો આક્ષેપ મૂકી હપ્તાની માંગણી કરી હતી. પત્રકાર તરીકેની ઓળખ આપી આરોપી રોશનઅલી સાંઘાણીએ આ સમાચાર પ્રકાશિત કરી દર મહિને હપ્તો નહીં મળે તો ભેડિયો બંધ કરાવવાની ચીમકી આપી હતી. આરોપીએ બોલાચાલી અને મારામારી કરી રૂપિયા ૫ હજાર પડાવી લીધા હતા અને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. આ અંગે ૩૧ જાન્યુઆરી ના પોલીસને ફરિયાદ અરજી આપી હતી એ સંદર્ભે પોલીસે હાલ ફરિયાદ નોધી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર રોશનઅલીની ધરપકડ કરી છે. પૂર્વ કચ્છ પોલીસે આવા અન્ય બનાવો અંગે પણ કોઈને મુશ્કેલી થઈ હોય તો ફરિયાદ કરવા અપીલ કરી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
