News of Tuesday, 8th April 2025
માધવપુરનો મેળો ઓસમાણ મીરનો સૂર ગુંજી ઉઠયોઃ લોકો મનભરીને ગરબે રમ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ :.. માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રથમ રાત્રીએ લોક ગાયક ઓસમાણ મીર સવાજ સૂરોથી ગૂંજી ઉઠયું હતું. વિશાલ મેદાનાં લોકો મન ભરીને ગરબે રમ્યા હતાં.
માધવપુર ઘેડ ખાતે વૈભવી સાંસ્કૃતિક મેળાનો ભવ્ય પ્રારંભે લોકસંગીત ગાયક શ્રી ઓસમાણ મીરે મંચ સંભાળ્યો અને તેમના મનોહર સ્વરે પરંપરાગત ગરબાની પ્રસ્તુતિથી લોકોના હૃદયોમાં સંગીતની મીઠાશ ભરાઇ ગઇ હતી.
મેળામાં સહભાગી બનવા આવેલા લોકોએ જ્યારે ઓસમાણ મીરના સૂર સાંભળ્યા ત્યારે તેઓ માત્ર શ્રોતાઓ બની રહ્યા નહીં, પણ રંગીન ગ્રાઉન્ડ પર ઉતરીને ગરબાની રમઝટ બોલાવી દીધી. સૌની ઊર્જા, ઉત્સાહ અને સંગીત સાથેની તાદાત્મ્યભરેલી ક્ષણો ઘણાં સમય સુધી યાદગાર રહેશે.
માધવપુર મેળો હવે માત્ર ધાર્મિક અથવા લોકોત્સવ સાથે ભવિષ્યના પેઢીઓને ભારતીય સંસ્કળતિનો જીવંત અનુભવ કરાવતું એક વિશાળ મંચ બની ગયું છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
