<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

વિસાવદર વિધાનસભાની ૧૯૬૨થી ૨૦૨૨ દરમિયાન ૧૫ ચૂંટણીમાં કોણ જીત્‍યું ..? કોણ હાર્યુ..?

દરેક ચૂંટણીના મતદાનની તારીખ, મતદાનની ટકાવારી, જીતેલા ઉમેદવારને મળેલ મત, નિકટના હરીફને મળેલ મત, લીડ સહિતની આંકડાકીય માહિતીઃ જે તે વખતના રાજકીય પ્રવાહોઃ જાણી-અજાણી નોખી-અનોખી વાતો ખાસ અહેવાલઃ યાસીન બ્‍લોચ, વિસાવદર

વિસાવદર તા.૮: વિસાવદર વિધાનસભાની ૧૯૬૨થી ૨૦૨૨ દરમિયાન ૧૫ ચૂંટણીમાં કોણ જીત્‍યુ..? કોણ હાર્યુ..? દરેક ચૂંટણીના મતદાનની તારીખ, મતદાનની ટકાવારી, જીતેલા ઉમેદવારને મળેલ મત, નિકટના હરીફને મળેલ મત, લીડ સહિતની આંકડાકીય માહિતી ઉપરાંત જે તે વખતના રાજકીય પ્રવાહો અંતર્ગત અનેકવિધ જાણી-અજાણી નોખી-અનોખી વિગતો અત્રે પ્રસ્‍તુત છે.

(૧) વિસાવદર વિધાનસભાની બેઠક પર સૌપ્રથમ વર્ષઃ ૧૯૬૨માં કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતિ મદીનાબેન અકબરભાઈ નાગોરી ચૂંટાયા હતા. (૨) વર્ષઃ ૧૯૬૭માં સ્‍વતંત્ર પક્ષના કુરજીભાઈ ડુંગરભાઈ ભેસાણીયા ચૂંટાયા હતા. (૩) વર્ષઃ ૧૯૭૨માં કોંગ્રેસના રામજીભાઇ કરકર ચૂંટાયા હતા. (૪) વર્ષઃ ૧૯૭૫માં કિમલોપના કુરજીભાઇ ભેસાણીયા ચૂંટાયા હતા.(૫) વર્ષઃ ૧૯૮૦માં જનતાપક્ષ(જે.પી.)ના ધીરજલાલ ફૂલાભાઈ રિબડીયા ચૂંટાયા હતા.(૬) વર્ષઃ ૧૯૮૫માં કોંગ્રેસના પોપટભાઇ રામાણી ચૂંટાયા હતા.(૭) વર્ષઃ ૧૯૯૦માં જનતા દળના કુરજીભાઇ ભેસાણીયા ચૂંટાયા હતા.(૮) વર્ષઃ ૧૯૯૫માં ભાજપના કેશુભાઇ પટેલ ચૂંટાયા હતા અને રાજ્‍યમાં સૌપ્રથમ ભાજપ સરકારમાં મુખ્‍યમંત્રી બન્‍યા હતા. (૯) વર્ષઃ ૧૯૯૮માં ભાજપના કેશુભાઇ પટેલ ચૂંટાયા હતા. (૧૦) વર્ષઃ ૨૦૦૨માં ભાજપના કનુભાઇ ભાલાળા ચૂંટાયા હતા. (૧૧) વર્ષઃ૨૦૦૭માં ભાજપના કનુભાઇ ભાલાળા ચૂંટાયા હતા. (૧૨) વર્ષઃ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ના કેશુભાઇ પટેલ ચૂંટાયા હતા. (૧૩) વર્ષઃ ૨૦૧૪માં કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયા ચૂંટાયા હતા. (૧૪) વર્ષઃ ૨૦૧૭માં કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયા ચૂંટાયા હતા. (૧૫) વર્ષઃ૨૦૨૨માં આમ આદમી પાર્ટીના ભૂપેન્‍દ્રભાઈ ઉર્ફે ભૂપતભાઈ ભાયાણી ચૂંટાયા હતા.

સમગ્ર ગુજરાતમાં રાજકીય દ્રષ્ટીએ હંમેશા ધ્‍યાનાકર્ષક રહેલી વિસાવદર વિધાનસભાની બેઠકનો ૧૯૬૨થી ૨૦૨૨ દરમિયાન કુલઃ ૧૫ ચૂંટણી યોજાઈ હતી. જેની ચૂંટણી વાઈઝ વિગતો અત્રે પ્રસ્‍તુત છે.

વર્ષઃ ૧૯૬૨ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૬૨ની ચૂંટણીનુ મતદાન તા. ૧૯-૦૨-૧૯૬૨ના રોજ થયુ હતુ. કુલઃ ૫૭૨૯૮ મતદારોમાંથી ૨૫૬૬૬ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૪૪.૭૯ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર કોંગ્રેસના શ્રીમતિ મદીનાબેન અકબરભાઈ નાગોરીને ૧૩૬૫૫ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ સ્‍વતંત્ર ઉમેદવાર શારદાબેન ધરમશીભાઈ પટેલને ૬૮૮૪ મત મળ્‍યા હતા. કોંગ્રેસના મદીનાબેન ૬૧૭૧ મતની સરસાઈથી જીતી વિસાવદર બેઠકના પ્રથમ ધારાસભ્‍ય બનવાનુ બહુમાન મેળવ્‍યુ હતુ.

વર્ષઃ ૧૯૬૭ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૬૭ની ચૂંટણીનુ મતદાન તા. ૨૧-૦૨-૧૯૬૭ના રોજ થયુ હતુ. કુલઃ ૫૯૩૪૪ મતદારોમાંથી ૩૦૯૫૮ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૫૨.૧૭ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર સ્‍વતંત્ર પક્ષના કુરજીભાઈ ડુંગરભાઈ ભેસાણીયાને ૧૪૧૨૪ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ કોંગ્રેસના ઉમેદવાર સી.આર.વઘાસીયાને ૧૩૨૯૩ મત મળ્‍યા હતા. સ્‍વતંત્ર પક્ષના કુરજીભાઈ ૮૩૧ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૧૯૭૨ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૭૨ની ચૂંટણીનુ મતદાન તા. ૦૫-૦૩-૧૯૭૨ના રોજ થયુ હતુ. કુલઃ ૭૧૫૮૫ મતદારોમાંથી ૩૧૫૦૩ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૪૪.૦૧ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર કોંગ્રેસ પક્ષના રામજીભાઈ ડી. કરકરને ૧૩૯૭૪ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ નેશનલ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન)ના ઉમેદવાર રતિલાલ ફૂલાભાઈ રિબડીયાને ૧૦૪૧૫ મત મળ્‍યા હતા. કોંગ્રેસ પક્ષના રામજીભાઈ કરકર ૩૫૫૯ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૧૯૭૫ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૭૫ની ચૂંટણીનુ મતદાન તા. ૧૧-૦૬-૧૯૭૫ના રોજ થયુ હતુ. કુલઃ ૬૮૪૯૨ મતદારોમાંથી ૫૦૭૯૨ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૭૪.૧૬ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર કિમલોપ પક્ષના કુરજીભાઈ ડી. ભેસાણીયાને ૨૬૩૯૯ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ કોંગ્રેસના  ગોવિંદભાઈ કાનજીભાઈ પટેલને ૧૭૮૫૫ મત મળ્‍યા હતા. કિમલોપ પક્ષના કુરજીભાઈ ભેસાણીયા ૮૫૪૪ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૧૯૮૦ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૮૦ની ચૂંટણીનુ મતદાન તા. ૨૮-૦૫-૧૯૮૦ના રોજ થયુ હતુ. કુલઃ ૭૬૯૨૧ મતદારોમાંથી ૪૫૬૦૦ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૫૯.૨૮ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર જનતાપક્ષ(જે.પી.)ના ધીરજલાલ ફૂલાભાઈ રિબડીયાને ૨૦૬૮૨ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ કોંગ્રેસના બોરડ ગોરધનભાઈ મોહનભાઈને ૧૭૬૧૬ મત મળ્‍યા હતા. જનતાપક્ષના ધીરૂભાઈ રિબડીયા ૩૦૬૬ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૧૯૮૫ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૮૫ની ચૂંટણીનુ મતદાન તા. ૩-૫-૧૯૮૫ના રોજ થયુ હતુ. કુલઃ ૯૨૮૧૩ મતદારોમાંથી ૪૫૨૩૫ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૪૮.૭૪ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર કોંગ્રેસ પક્ષના પોપટભાઈ રામજીભાઈ રામાણીને ૨૫૭૩૦ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ ભાજપના રિબડીયા ભીખાલાલ નાથાભાઈને ૧૬૦૦૫ મત મળ્‍યા હતા. કોંગ્રેસ પક્ષના પોપટભાઈ રામાણી ૯૭૨૫ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૧૯૯૦ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૯૦ની ચૂંટણીનુ મતદાન તા. ૨૭-૨-૧૯૯૦ના રોજ થયુ હતુ. કુલઃ ૧૨૧૧૯૮ મતદારોમાંથી ૬૬૩૩૧ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૫૪.૭૩ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર જનતા દળના કુરજીભાઇ ભેસાણીયાને ૩૭૧૯૩ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ ભાજપના શાષાી કળષ્‍ણસ્‍વરૂપ નારાયણસ્‍વરૂપને ૧૮૫૫૧ મત મળ્‍યા હતા. જનતાદળના કુરજીભાઈ ભેસાણીયા ૧૮૬૪૨ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૧૯૯૫ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૯૫ની ચૂંટણીનુ મતદાન તા. ૨૦-૨-૧૯૯૫ના રોજ થયુ હતુ. કુલઃ ૧૩૪૨૪૦ મતદારોમાંથી ૯૨૯૯૬ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૬૯.૨૨ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર ભાજપના કેશુભાઇ સવદાસભાઈ પટેલને ૫૮૧૫૭ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ કોંગ્રેસના કુરજીભાઈ ભેસાણીયાને ૨૮૬૧૨ મત મળ્‍યા હતા. ભાજપના કેશુભાઇ પટેલ ૨૯૫૪૫ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૧૯૯૮ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૧૯૯૮ની ચૂંટણીનુ મતદાન તા. ૨-૩-૧૯૯૮ના રોજ થયુ હતુ. કુલઃ ૧૨૫૯૧૯ મતદારોમાંથી ૭૪૮૮૫ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૫૯.૪૭ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર ભાજપના કેશુભાઇ સવદાસભાઈ પટેલને ૫૨૨૫૮ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ સ્‍વતંત્ર ઉમેદવાર આંબલીયા કેશુભાઇ નારણભાઈને ૧૪૫૩૮ મત મળ્‍યા હતા. ભાજપના કેશુભાઇ પટેલ ૩૭૭૨૦ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૨૦૦૨ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૨૦૦૨ની ચૂંટણીનુ મતદાન તા. ૧૨-૧૨-૨૦૦૨ના રોજ થયુ હતુ. કુલઃ ૧૪૮૭૨૫ મતદારોમાંથી ૯૧૬૯૪ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૬૧.૬૫ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર ભાજપના કનુભાઇ મેપાભાઈ ભાલાળાને ૪૫૨૪૨ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ કોંગ્રેસના ઉમેદવાર આંબલીયા કેશુભાઇ નારણભાઈને ૨૬૪૨૩ મત મળ્‍યા હતા. ભાજપના કનુભાઈ ભાલાળા ૧૮૮૧૯ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૨૦૦૭ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૨૦૦૭ની ચૂંટણીનુ મતદાન તા. ૧૧-૧૨-૨૦૦૭ના રોજ થયુ હતુ. કુલઃ ૧૫૭૬૪૬ મતદારોમાંથી ૮૪૫૮૩ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૫૩.૬૫ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર ભાજપના કનુભાઇ મેપાભાઈ ભાલાળાને ૩૮૧૭૯ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ કોંગ્રેસના ઉમેદવાર આંબલીયા હર્ષદભાઈ રીબડીયાને ૩૩૯૫૦ મત મળ્‍યા હતા. ભાજપના કનુભાઈ ભાલાળા ૪૨૨૯ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૨૦૧૨ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૨૦૧૨ની ચૂંટણીનુ મતદાન તા. ૧૩-૧૨-૨૦૧૨ના રોજ થયુ હતુ. કુલઃ ૨૨૪૩૪૮ મતદારોમાંથી ૧૪૮૭૩૬ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૬૬.૩૦ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી)ના કેશુભાઇ સવદાસભાઈ પટેલને ૮૫૯૬૭ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ ભાજપના ઉમેદવાર કનુભાઈ મેપાભાઈ ભાલાળાને ૪૩૭૮૧ મત મળ્‍યા હતા. જીપીપીના કેશુભાઇ પટેલ ૪૨૧૮૬ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૨૦૧૪ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૨૦૧૪ની ચૂંટણીનુ થયુ હતુ. કુલઃ ૨૨૩૯૯૪ મતદારોમાંથી ૧૩૦૬૨૧ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૫૮.૦૩ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર

કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયાને ૬૭૧૨૮ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ ભાજપના ઉમેદવા

ભરતભાઈ કેશુભાઈ પટેલને ૫૬૮૬૮ મત મળ્‍યા હતા. કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયા ૧૦૨૬૦ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૨૦૧૭ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૨૦૧૭ની ચૂંટણીનુ મતદાન તા. ૯-૧૨-૨૦૧૭ના રોજ થયુ હતુ. કુલઃ ૨૪૦૫૫૨ મતદારોમાંથી ૧૪૮૯૭૮ મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ ૬૨.૩૨ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયાને ૮૧૮૮૨ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલને ૫૮૭૮૧ મત મળ્‍યા હતા. કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયા ૨૩૧૦૧ મતની સરસાઈથી જીત્‍યા હતા.

વર્ષઃ ૨૦૨૨ની ચૂંટણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ ૨૦૨૨ની ચૂંટણીનુ મતદાન તા. ૧-૧૨-૨૦૨૨ના રોજ થયુ હતુ. કુલઃ ૨૫૯૨૯૬, ટકાવારીની દ્રષ્ટીએ ૫૬.૫૯ ટકા મતદાન થયુ હતુ. વિજેતા ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપેન્‍દ્રભાઈ ઉર્ફે ભૂપતભાઈ ભાયાણીને ૬૬૨૧૦ મત મળ્‍યા હતા. જયારે નિકટના હરીફ ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયને ૫૯૧૪૭ મત મળ્‍યા હતા. ‘‘આપ''ના ભૂપતભાઈ ભાયાણી ૭૦૬૩ મતની સરસાઈથી જીત્‍યા હતા.

૧૯૬૨: મદીનાબેન નાગોરી

વિસાવદરના સૌપ્રથમ ધારાસભ્‍ય તરીકે મુસ્‍લિમ મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી ચૂંટાયેલા હતા..!!ગાંધીવાદી વિચારોથી રંગાયેલા અકબરભાઈ નાગોરી અને તેમના ધર્મપત્‍નિ મદીનાબેન નાગોરી શાપુર(સોરઠ) ખાતે ઙ્કસર્વોદય આશ્રમઙ્ઘમાં રતુભાઈ અદાણીના નેતળત્‍વ તળે લોકજાગળતિ-શિક્ષણ-અંધશ્રધ્‍ધા,કુરિવાજો દૂર કરવા સહિતની પ્રવળતિમાં ઓતપ્રોત હતા ત્‍યારે ઙ્કથમવાર ગુજરાત વિધાનસભાની ૧૯૬૨ની ચૂંટણીમાં કોંગ્રેસે દિલ્‍હીથી વિસાવદર બેઠકની ટીકીટ મદીનાબેનને આપી અને ધુરંધર નેતા ધરમશીભાઈ પટેલના ધર્મપત્‍નિ શારદાબેન સામે મદીનાબેન જીતી ગયા હતા.

હાલ શાપુર(સોરઠ) સ્‍થિત સર્વોદય આશ્રમ ટ્રસ્‍ટનાં ૯૮ વર્ષની વયના જૈફ સંચાલક ગોવિંદભાઈ પટેલના જણાવ્‍યા અનુસાર વિસાવદરના પ્રથમ ધારાસભ્‍ય તરીકે ચૂંટાયેલા મદીનાબેન, પ્રખર ગાંધીવાદી રતુભાઈ અદાણીએ જે તે વખતે સર્વોદય આશ્રમની સ્‍થાપના કરેલ જેમાં ગાંધી વિચારોને આદર્શ માનનાર નાગોરી દંપતિ પણ આ આશ્રમ સાથે જોડાયેલ...આ દંપતિમાં પતિ-અકબરભાઈ નાગોરી મુળ વાંકાનેરના અને તેમના ધર્મપત્‍નિ મદીનાબેન ખંભાતના દિકરી...બન્ને પતિ-પત્‍નિનો સ્‍વભાવ-વિચારોની સામ્‍યતા અને સમાજ માટે કંઈક કરી છુટવાની ઉમદા ભાવનાના પરિણામે સર્વોદય આશ્રમની વળત્તિઓને જીવનમંત્ર બનાવ્‍યો..લોકોમાં શિક્ષણ પ્રત્‍યે જાગળતિ-અંધશ્રધ્‍ધા નિવારણ-કુરિવાજો, વ્‍યસનમુકિત સહિતના સર્વોના ઉદયના કાર્યક્રમમા આ દંપતિ સતત ઓતઙ્ઘોત રહ્યુ...બોમ્‍બે રાજ્‍યના વિભાજન બાદ ગુજરાત અને મહારાષ્‍ટ્ર એમ બે રાજયોની રચના થઈ જેથી સ્‍વતંત્ર બનેલા ગુજરાત રાજ્‍યની વિધાનસભાની ૧૯૬૨માં ચૂંટણી આવી અને વિસાવદરની બેઠક પર કોંગ્રેસ પક્ષે દિલ્‍હીથી વિસાવદર બેઠક પર મદીનાબેન નાગોરીને ટીકીટ આપી અને સ્‍વતંત્ર ઉમેદવાર શારદાબેન ધરમશીભાઈ પટેલ સામે મદીનાબેન ચૂંટાઈ આવ્‍યા હતા.

મદીનાબેન તથા અકબરભાઈ નાગોરીને બે સંતાનો જેમાં અનવર નાગોરી (ડીડીઓ) અને અંજુમ નાગોરી આમ બે પુત્રો હતા. મદીનાબેન ખુદ એ સમયના મેટ્રીક પાસ હતા. અકબરભાઈ નાગોરીના મોટાભાઈ ઈસ્‍માઈલભાઈ નાગોરી પણ સર્વોદય અગ્રણી હતા તેમણે પણ અમરેલીના તરવડા ખાતે સર્વોદય સંસ્‍થા સ્‍થાપેલ જેમા રામભાઈ પાઠક વિગેરે પણ સાથી મિત્રો રહ્યા હતા.

૧૯૬૭/૭૫/૯૦ કુરજીભાઈ ભેસાણીયા

વિસાવદરની બેઠક પર કુરજીભાઈ ડુંગરભાઈ ભેસાણીયા ત્રણ વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯૬૭માં સ્‍વતંત્ર પક્ષના ઉમેદવાર, ૧૯૭૫માં કિમલોપ પક્ષના ઉમેદવાર તથા ૧૯૯૦માં જનતાદળના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્‍યા હતા. આ બેઠક પર સૌથી વધુ રાજકીય પ્રભુત્‍વ કુરજીભાઈનુ રહ્યુ હતુ. અસ્‍સલ ખેડૂતનો પહેરવેશ તેમની આગવી ઓળખ હતી. ખેડૂત નેતા તરીકેની રાજ્‍યભરમાં આગવી ઓળખ હતી. તેઓ ચીમનભાઈ પટેલની સરકારમાં સંસદીય સચિવ રહી ચૂંકયા હતા.

૧૯૭૨ રામજીભાઈ કરકર

વિસાવદરની બેઠક પર ૧૯૭૨માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોરઠના વિદ્વાન ધારાશાષાી રામજીભાઈ કરકર ચૂંટાયા હતા અને ખાણ,ખનીજ અને સહકાર વિભાગના મંત્રી રહ્યા હતા. તેઓએ આ એક ટર્મ પુર્ણ થયા બાદ ચૂંટણી નહીં લડવાનુ નક્કી કરી પૂર્ણ સમય વકીલાત કરવા લાગ્‍યા હતા. તેઓ વકીલાત ક્ષેત્રે સોરઠના જાણીતા વકીલો સર્વશ્રી રાઘવજીભાઈ ડી.પટેલ (આર.ડી.પટેલ સાહેબ, વિસાવદર), લાલવાણી સાહેબ, મુળજીભાઈ હિરપરા સહિતના ‘‘ગુરૂ'' ગણાતા હતા. સોરઠના માજી સંસદસભ્‍ય નાનજીભાઈ વેકરીયા, રમણીકભાઈ ધામી સહિતના પ્રતિષ્ઠીત આગેવાનો રામજીભાઈ કરકરની એકદમ નિકટ હતા. તેઓ સહકારી ક્ષેત્રે પણ અગ્રેસર હતા. સહકારી મંડળી ‘‘અપના બજાર''ના સ્‍થાપક હતા. તેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂકયા હતા. મુળ મેંદરડાના વતની રામજીભાઈ કરકરે ગાંધીનગર ખાતે ધારાસભ્‍યને મળતો પ્‍લોટ લીધો ન હતો. જૂનાગઢ ખાતે તેઓની એડવોકેટ તરીકેની ઓફિસ ચિતાખાના ચોક અને ત્‍યારબાદ મહાત્‍મા ગાંધી રોડ પર કાર્યરત હતી.

૧૯૮૦ ધીરૂભાઈ રિબડીયા

વિસાવદરની બેઠક પર ૧૯૮૦માં જનતાપક્ષ(જે.પી.)ના ઉમેદવાર ધીરૂભાઈ ફૂલાભાઈ રિબડીયા ચૂંટાયા હતા. તેઓ વિસાવદર નગર પંચાયતના સભાપતિ હતા એ સમયે સતાધાર ખાતેથી વિસાવદર પાઈપ લાઈન દ્વારા નળ વાટે પીવાનુ પાણી ઘેરઘેર પહોંચાડવાનુ ભગીરથ કાર્ય સંપન્ન થયુ હતુ જેને લોકો આજે પણ યાદ કરે છે.

૧૯૮૫ પોપટભાઈ રામાણી

વિસાવદરની બેઠક પર ૧૯૮૫માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોપટભાઈ રામજીભાઈ રામાણી ચૂંટાયા હતા. તેઓ વર્ષો સુધી વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ રહ્યા હતા. વિસાવદર ખતિવાડી ઉત્‍પન્ન બજાર સમિતિના સ્‍થાપક ઙ્કમુખ અને જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના પદાધિકારી તથા જૂનાગઢ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્‍યક્ષ રહ્યા હતા.

૧૯૯૫/૯૮/૨૦૧૨ કેશુભાઈ પટેલ

વિસાવદરની બેઠક પર જુના જનસંઘી અને ભાજપના ધુરંધર નેતા કેશુભાઈ પટેલ ૧૯૯૫ તથા ૧૯૯૮માં ચૂંટાયા હતા અને ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા હતા. તેઓ ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી)ના ઉમેદવાર તરીકે પણ ચૂંટાયા હતા. આમ તેઓ વિસાવદરની બેઠક પર ત્રણ વખત ચૂંટાયા હતા. જો કે, ગુજરાત પરિવર્તન પાર્ટીનુ ભાજપનુ વિલીનીકરણ કરી તેઓએ જે તે વખતે ધારાસભ્‍ય તરીકે રાજીનામુ આપતા ૨૦૧૪માં વિસાવદરની બેઠકની પેટા ચૂંટણી જાહેર થયેલ. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલના સુપુત્ર ભરતભાઈ પટેલને પાર્ટીએ ટીકીટ આપેલ. જો કે, ભરતભાઈ પટેલ આ પેટા ચૂંટણીમાં જીતી શકયા ન હતા..!!

૨૦૦૨/૨૦૦૭ કનુભાઈ ભાલાળા

વિસાવદરની બેઠક પર ૨૦૦૨ તથા ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર તરીકે કનુભાઈ મેપાભાઈ ભાલાળા ચૂંટાયા હતા. મુળ કિસાન સંઘ ગોત્રના ભાલાળા ભાજપમાં તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ રહ્યા હતા. અને ગુજરાત મંત્રી મંડળમાં કળષિ મંત્રી પણ રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી કનુભાઈના દિકરાના લગ્નમાં આવેલ અને તેઓના ધર્મપત્‍નિના અવસાનના સમાચાર સાંભળી ફોન પર શોક વ્‍યક્‍ત કર્યો હતો. કનુભાઈ ભાલાળા જૂનાગઢ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ પણ રહી ચૂકયા હતા.

૨૦૧૪/૨૦૧૭ હર્ષદભાઈ રીબડીયા

વિસાવદરની બેઠક પર ૨૦૧૪ તથા ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદભાઈ માધવજીભાઈ રીબડીયા ચૂંટાયા હતા. પ્રારંભિક તબક્કે હર્ષદ રીબડીયા આમ તો સામાન્‍ય રીતે કોઈપણ ચૂંટણી કયારેય લડયા ન હતા..વર્ષઃ૨૦૦૭માં કોંગ્રેસ પક્ષે સીધી જ વિસાવદર વિધાનસભાની ટીકીટ આપી હતી. જો કે, આ ઙ્કથમ ચૂંટણી તેઓ જીતી શકયા ન હતા. ત્‍યારબાદની ૨૦૧૪ તથા ૨૦૧૭ની બન્ને ચૂંટણી તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્‍યા હતા. જો કે, વર્ષઃ ૨૦૨૨ની ચૂંટણી તેઓ ભાજપના ઉમેદવાર તરીકે જીતી શકયા ન હતા.

‘‘હર્ષદ રીબડીયા પરિવાર''નો આમ તો નવાબી વખતથી રાજકીય દબદબો રહ્યો છે..તેઓના દાદા  ‘‘ફૂલાભાઈ ધાનાભાઈ રીબડીયા''ની ખુરશી નવાબની બાજુમાં શોભાયમાન હતી. તેઓના મોટા બાપુજી રતીભાઈ ફૂલાભાઈ રીબડીયા ૧૯૭૨માં નેશનલ કોંગ્રેસ(ઓર્ગેનાઈઝેશન)ના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડયા હતા. જો કે, તેઓ આ ચૂંટણી જીતી શકયા ન હતા. તેઓ એ વખતે ધુરંધર કોંગ્રેસ નેતા રતુભાઈ અદાણીની નિકટ હતા.

હર્ષદભાઈના કાકા ધીરૂભાઈ રિબડીયા ૧૯૮૦માં વિસાવદરની બેઠક પર જનતાપક્ષ(જે.પી.)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.

હર્ષદભાઈના કાકા ધીરૂભાઈના દિકરા જીતુભાઇ તથા રાજભાઈ બન્ને રાજકારણમાં છે. જીતુ રિબડીયા વિસાવદર નગર પાલિકા તથા

જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્‍ય રહી ચૂકયા છે. રાજ રિબડીયા વિસાવદર નગર પાલિકાના પ્રમુખ રહી ચૂકયા છે. હાલ સદસ્‍ય છે.

૨૦૨૨ ભૂપેન્‍દ્રભાઈ ભાયાણી

વિસાવદર વિધાનસભાની વર્ષઃ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપેન્‍દ્રભાઈ ઉર્ફે ભૂપતભાઈ ભાયાણી ચૂંટાયા હતા. જો કે, ભૂપત ભાયાણી આમ આદમી છોડી ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્‍ય તરીકે પણ રાજીનામુ આપ્‍યુ હતુ. સરપંચથી લઈ ધારાસભ્‍ય તરીકેની રાજકીય કારકિર્દી ધરાવનાર ભાયાણી સંઘનુ ગોત્ર ધરાવે છે.

વર્ષઃ૨૦૧૨થી ૨૦૨૪સુધીમા જીતેલા કયા ઉમેદવાર ભાજપમાં જોડાયા..?

વિસાવદર-ભેસાણ વિધાનસભામાં વર્ષઃ ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટી નામની રાજકીય પાર્ટી લઈને આવનાર ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાતમાં ૨૦૧૨માં આ બેઠક પર જીત મેળવી પરંતુ અંતે તેમની રાજકીય પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થયું હતુ. ત્‍યારબાદ વર્ષઃ૨૦૧૭માં કોંગ્રેસના હર્ષદ રીબડીયા જેઓ ત્‍યાંથી વિધાનસભાની ચૂંટણી જીત્‍યા અને ૨૦૨૨ની ચૂંટણી પહેલા પહેલા ભાજપમાં જોડાયા હતા વર્ષઃ૨૦૨૨માં આમ આદમી પાર્ટીમાંથી ભુપત ભાયાણી હર્ષદ રિબડીયાને હરાવીને ધારાસભ્‍ય બન્‍યા પણ અંતે ભુપત ભાયાણીએ પણ આપ છોડી અને ભાજપમા જોડાયા હતા.

કોણ કોણ ધુરંધરો હાર્યા..?

વિસાવદરની બેઠક પર ધુરંધરો હાર્યા છે. જેમાં પરાજીત ઉમેદવારો પર એક દ્રષ્ટીપાત કરીએ તો...૧૯૬૨માં સ્‍વતંત્ર ઉમેદવાર શારદાબેન ધરમશીભાઈ પટેલ, ૧૯૬૭માં કોગ્રેસના સી.આર.વઘાસીયા, ૧૯૭૨માં નેશનલ કોંગ્રેસ(ઓર્ગેનાઈઝેશન)ના ઉમેદવાર રતિલાલ ફૂલાભાઈ રિબડીયા, ૧૯૮૦માં કોગ્રેસના ઉમેદવાર બોરડ ગોરધનભાઈ મોહનભાઈ, ૧૯૮૫માં ભાજપના ઉમેદવાર ભીખુભાઇ નાથાભાઈ રિબડીયા, ૧૯૯૦માં ભાજપના ઉમેદવાર શાષાી કળષ્‍ણસ્‍વરૂપ નારાયણસ્‍વરૂપ, ૧૯૯૫માં કોગ્રેસના કુરજીભાઈ ભેસાણીયા, ૧૯૯૮માં સ્‍વતંત્ર ઉમેદવાર આંબલીયા કેશુભાઇ નારણભાઈ, વર્ષઃ ૨૦૦૨માં કોગ્રેસના ઉમેદવાર આંબલીયા કેશુભાઇ નારણભાઈ, વર્ષઃ ૨૦૦૭માં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદભાઇ રિબડીયા, વર્ષઃ ૨૦૧૨માં ભાજપના ઉમેદવાર કનુભાઇ ભાલાળા, વર્ષઃ ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર ભરતભાઈ કેશુભાઇ પટેલ, વર્ષઃ ૨૦૧૭માં ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, વર્ષઃ ૨૦૨૨માં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાને પરાજયનો સ્‍વાદ ચાખવો પડયો હતો..!!

પેટા ચૂંટણીના પડઘમ

વિસાવદરની બેઠક પર પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરી દીધેલ છે અને ઈટાલિયાએ ગામેગામ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્‍યારે કોંગ્રેસ-આપ વચ્‍ચે સમજૂતી સધાય છે કે કેમ..? અને સમજૂતી ન સધાય તો કોંગ્રેસના ઉમેદવાર કોણ..? ભાજપ સ્‍થાનિક ઉમેદવાર પસંદ કરશે બહારથી કોઈ મોટુ માથુ મેદાનમાં ઉતારશે..? આ તમામ રાજકીય મુદ્દે અવનવા તર્કવિતર્ક છે. જો કે, વિસાવદરની પેટા ચૂંટણી સમગ્ર રાજ્‍યમાં રાજકીય દ્રષ્ટીએ ધ્‍યાનાકર્ષક બની રહેશે એ નિヘતિ છે. યાસીન બ્‍લોચ

(11:19 AM IST)