News of Tuesday, 8th April 2025
ભૂપેન્દ્રભાઈ પટેલનો વિસાવદર પંથકના પ્રવાસનો ગોઠવાઈ રહેલ તખ્તો
સંભવિત ૧૧મીએ શુક્રવારે માર્કેટ યાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યાના વાવડ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૮: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિસાવદર પંથકના પ્રવાસનો તખ્તો ગોઠવાઈ રહ્યાની વ્યાપક ચર્ચા છે.
સંભવિત ૧૧મીએ શુક્રવારે વિસાવદર માર્કેટ યાર્ડ ખાતે કાર્યક્રમનુ આયોજન કરાઈ રહ્યાના બીન સત્તાવાર વાવડ મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વિસાવદર વિધાનસભાની પેટા ચૂટણીના પડઘમ વાગી રહ્યા છે એ પૂર્વે મુખ્યમંત્રીશ્રીના વિસાવદર પ્રવાસને જબરૂ મહત્વ અપાઈ રહ્યુ છે.
જો કે, મુખ્યમંત્રીશ્રીના વિસાવદર પ્રવાસ કે, કાર્યક્રમ સંદર્ભે હજુ કોઇ જ સત્તાવાર સમર્થન મળતુ નથી, પરંતુ વહીવટીતંત્ર અંદરખાને જોરશોર તૈયારીમાં ઓતપ્રોત હોવાનુ સુત્રો કહી રહ્યા છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
