<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતો તાપ મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો જતા અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..  જૂનાગઢમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર થતાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સોરઠ સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં સૂર્યદેવતાના કોપથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. દિવસે ને દિવસે ગરમી વધી રહી હોય લોકોના રોજિંદા કામકાજ વેપાર ધંધાને માઠી અસર થઈ છે.

જુનાગઢ સહિત સોરઠમાં ગયા મંગળવારથી તાપમાનનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે ગઈકાલે સોમવારે જુનાગઢનું મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી નોંધાયું હતું. આજે પણ સવારથી ગરમી શરૂ થઈ ગઈ હતી.  જોકે સોમવારની સરખામણીએ આજે સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ઘટીને ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતુ. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૩૭ ટકાથઈ ગયું હતું. પવનની ઝડપ સવારે વધીને ૬.૩ કિલોમીટરની થઈ ગઈ હતી. બપોર થતા ની સાથે આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ જતા આજે પણ ૪૨ ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘતમ તાપમાન ર૩, મહત્તમ તાપમાન ૩૮, ભેજનું પ્રમાણ ૯૦ ટકા, પવનની ગતિ ૯.૧ કિ. મી. રહી છે. (પ-૧પ)

(11:43 AM IST)