<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

આટકોટમાં સમસ્‍ત પરવાડીયા પરિવાર દ્વારા મહા શિવપુરાણ કથાનું આયોજન...

વ્‍યાસાને દિપકભાઈ શાષાી (છોટે ડોંગરેજી મહારાજ,સુરત ગૌશાળા આશ્રમ): પરષોતમભાઈ રૂપાલા, ભરતભાઈ બોઘરા કૌશિકભાઈ વેકરીયા,ગણેશ જાડેજા સહિતના ઉપસ્‍થિત....

આટકોટ-ગોંડલ,તા.૮: રાજકોટના આટકોટ ખાતે સમસ્‍ત પરવાડીયા પરિવાર દ્વારા મહા શિવપુરાણ કથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.સમસ્‍ત પરવાડીયા પરિવારના સુરાપુરાદાદા શ્રી વશરામબાપાના સાનિધ્‍યમાં મહા શિવપુરાણ કથાનું રસપાન શ્રી શ્રી દિપકભાઈ શાષાી (છોટે ડોંગરેજી મહારાજ, સુરત ગૌશાળા આશ્રમ) સુરેન્‍દ્રનગરવાળા) કરાવી રહ્યા છે.મહા શિવપુરાણ કથાનો પ્રારંભ ભવ્‍ય પોથીયાત્રા સાથે તારીખ ૦૩/૦૪/૨૫ને ગુરૂવારના રોજ કરવામાં આવેલ હતો.ત્‍યારે નવ દિવસના કથા રસપાન દરમિયાન દક્ષ યજ્ઞ અને શાંતિ યજ્ઞ ,ગણેશ પ્રાગ્‍ટય,શિવ પાર્થેヘર મહાત્‍મય,સતીકુંડી,તાડકાસૂર વધ,શિવ વિવાહ,બારજ્‍યોતિલિંગ મહિમા,લઘુરૂદ્રયજ્ઞ,કૈલાશ મહાત્‍મ્‍ય,તારીખ ૧૧/૦૪/૨૫ને શુક્રવારના રોજ શિવ મહાત્‍મય પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.પરવાડીયા પરિવાર આયોજીત ૯ દિવસના કથા રસપાન દરમ્‍યાન ભોજન પ્રસાદ,રાત્રીના સંતવાણી,દિકરીઓ દ્વારા પ્રસ્‍તુત નાટક,હાસ્‍ય કલાકારો સાથે ભજન,લોક સાહિત્‍ય સહિતના નામાંકિત કલાકારોના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.ત્‍યારે આ કથાનું રસપાન  આટકોટ જસદણ સહિતની ધર્મપ્રેમી જનતા તેમજ સમસ્‍ત પરવાડીયા પરિવારના લોકો ઉપરાંત સગાંસંબંધીઓ કરી રહ્યા છે.મહા શિવપુરાણ કથામાં રાજકોટ સાંસદ પુરસોતમભાઈ રૂપાલા,પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોઘરા, દંડક કૌશિકભાઈ વેકરીયા,ગોંડલના ગણેશ જાડેજા સહિતના અનેક મહાનુભાવોએ પણ કથામાં ખાસ ઉપસ્‍થિત રહીને કથાનું રસપાન કરેલ હતું આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોનું સમસ્‍ત પરવાડીયા પરિવારના આયોજક મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(11:50 AM IST)