<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ : આજે પણ રેડ એલર્ટ હિટવેવ

ગરમીનો પ્રકોપ આવતીકાલથી થોડો ઘટે તેવી સંભાવના

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૮: ભારતીય હવામાન વિભાગ-આઇએમડી દ્વારા ગઇકાલની જેમ આજે પણ હિટવેવ અંતર્ગત સૌરાષ્‍ટ્ર-કચ્‍છને રેડ એલર્ટ જાહેર કરાયેલ છે. જયારે દ.ગુજરાત ઓરેન્‍જ એલર્ટમાં છે. જો કે થોડી રાહત એ દર્શાવાયેલ છે કે આવતીકાલથી ગુજરાત રેડને બદલે ઓરેન્‍જ એલર્ટમાં અને પરમ દિ'થી યલો એલર્ટ દર્શાવાયેલ હોઇ, આવતીકાલથી આ ભિષણ ગરમીના પ્રકોપમાં થોડી રાહત ક્રમશઃ જોવા મળી શકે છે.

સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે આગામી તા.૧૦ સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ જળવાઇ રહેવાનું છે. થાર રણ પ્રદેશના ગરમ-શુષ્‍ક પવનોને કારણે ગુજરાત રીતસર શેકાઇ રહયુ઼ છે. મહેશ પલાવત વધુમાં જણાવે છે કે, તા. ૯-૧૦ થી પવનની ગતી વધી શકે છે.

આ તારીખોમાં રાજસ્‍થાનમાં વરસાદી માહોલ બદલાવાની આગાહી હોઇ, પરીણામ સ્‍વરૂપે ગુજરાતમાં અતિ રૌદ્ર ગરમી ઘટીને થોડી રાહત રહે તેવી આશા રાખી શકાય છે

(11:55 AM IST)