News of Tuesday, 8th April 2025
ગોંડલ ધટક ની તમામ આંગણવાડી સખી અને સહ સખીની મોડ્યુલ તાલીમ

ગોંડલ::એપીએમસી ગોંડલ ખાતે ગોંડલમાં સખી-સહસખી કિશોરીઓને "પૂર્ણા મોડ્યુલ"તાલીમ રાખવામાં આવેલ. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,એપીએમસી ના ડિરેક્ટર જીતુભાઇ જીવાની, એપીએમસી ના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા,તાલુકા પંચાયત ગોંડલ ના પ્રીતિનિધિ શ્રી ભરતભાઇ ઢોલરિયા તેમજ ગોંડલ-૧ અને ૨ ના બાળ વિકાસ યોજમાં અધિકારી સોનલબેન વાળા,કોમલબેન ઠાકર જિલ્લા ના પૂર્ણ કન્સલ્ટન માલતીબેન,આરસેટી રાજકોટ થી જીગ્નેશભાઈ ગોસ્વામી હાજર રહેલ અને તેની ઉપસ્થિત ગોંડલ 1 અને 2 ના તમામ સેજા ના સુરવાઇઝર વર્ષાબેન ભટ્ટ, પીન્ટુબેન દવે, મુક્તાબેન ડોબા, નયનાબેન મહેતા ,નયનાબેન સિહાર, બંસીબેન સાવલિયા, ચંદાબેન ગોસ્વામી ,ભાવનાબેન વાંઝા, તેમજ પ્રી સ્કૂલ ઇન્સ્ક્ટર ધવલભાઇ પરમાર કૃતિબેન દવે, એન એમ સ્ટાફ હેતલબેન પટેલ હેતલબેન દુદાણી દ્વારા આ તાલીમ નું આયોજન કરેલ જેમાં પુર્ણા યોજના ની જાણકારી આપવામાં આવી તેમજ પૂર્ણાં શકિતના THR પેકેટ વિશે,વાનગીઓ વિશે,માસિક ચક્ર,સ્વચ્છતા,દર માસે વજન ઉચાઈ ને BMI વિશે તેમજ સમજ આપેલ.પુર્ણા કન્સલ્ટન્ટ દ્વારા કિશોરીઓને પુર્ણા યોજનાના ઉદેશો અને તેના વધુ લાભો લેવા પ્રેરિત કરેલ.આઈ.ટી.આઈ ના અલગ અલગ કોર્ષ વિશે,સમતોલ આહાર વિશે, સ્વ નિર્ભર વિશે સમજ આપેલ, એનિમીયા,લીલા શાકભાજી નો ઉપયોગ વિશે સમજાવ્યુ,નાની ઉમરે લગ્ન કરવાથી ને નાની ઉમરે માતા બનાવાથી થતાં પ્રોબ્લેમ અંગે સમજાવ્યું પુર્ણા સખી સહસખી મોડયુલ ના તમામ મુદાઓને આવરી લેવા આવેલ દરેક કિશોરીઓને ગીફ્ટ આપીને કિશોરીઓનો અભિપ્રાય લેવામાં આવેલ.કિશોરી આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા આરોગ્ય તાપસ કરવામાં આવી જેમાં ઍચ.બી. બીએમાઈ ની તાપસ કરવામાં આવેલ.પૂર્ણાં કેલેન્ડર ની જાણકારી આપવામાં આવી તેમજ આંગણવાડી દ્વારા મળતા વિવિધ લાભો ને સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા વધુ પ્રસાર પ્રચાર કરવા માટે માહિતી આપેલ. પૂર્ણ કિશોરીને કૌશલ્યવર્ધક તાલીમ માટે આરસીટી સંસ્થા દ્વારા પગભર થવા માટેની તાલીમ ની માહિતી આપવામાં આવેલ.(તસ્વીર-અહેવાલ:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
