<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

મોરબી પંથકના યુવાનને વડિયાની યુવતીએ પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરાવી ૫૦ લાખ માંગ્‍યા

જુનાગઢ જિલ્લાના ભેસાણ પાસેનો બનાવ, પોલીસ તપાસ બળાત્‍કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, યુવતી સહિત ૫ શખ્‍સ સામે ફરિયાદ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૮: મોરબી પંથકના યુવાનને વડિયાની યુવતીએ પ્રેમ જાળમાં ફસાવી જુનાગઢ જિલ્લાના ભેસાણ પાસેથી અપહરણ કરાવી બળાત્‍કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૫૦ લાખ માંગ્‍યા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગતો એવી છે કે મોરબી તાલુકાના લાલપર ગામના ૩૧ વર્ષના પંકજભાઈ ભરતભાઈ ડઢાણીયા નામના યુવાનને અમરેલી જિલ્લાના વડીયાની જાનવી નામની યુવતીએ ફોનમાં ટેક્ષ મેસેજ તથા ટેલીફોનીક વાતચીત કરી ઙ્કેમ જાળમા ફસાવી લાલચ આપી ગઈ તારીખ ૧લી એપ્રિલના રોજ મળવા બોલાવ્‍યો હતો.

બાદમાં યુવાનને ત્‍યાથી બીલખા મુકી જવાનુ કહેતા યુવાન બીલખા મુકવા માટે જતો હતો તેવામા જુનાગઢ જિલ્લાના ભેસાણથી છોડવડી જતા રસ્‍તે ઈટુના ભઠ્ઠા પાસે પહોચતા પાછળથી બે અલગ અલગ મોટરસાયકલ લઈને ચાર અજાણ્‍યા ઈસમો આવ્‍યા હતા તેમાથી એક ઈસમ મોટરસાયકલમાં યુવતીને બેસાડી જતો રહ્યો હતો.

જ્‍યારે ત્રણ અજાણ્‍યા ઈસમો યુવાનોની ફોરવ્‍હીલ કારમા બેસી જઈ તેનુ અપહરણ કરી લઈ જઈ ખોટા બળાત્‍કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ૫૦ લાખની માંગણી કરી હતી અને પૈસા ન આપે તો મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે ગોંધી રાખ્‍યો હતો.

આ બનાવ અંગે ગઈકાલે રાત્રે યુવાને ફરિયાદ કરતા ભેસાણ પોલીસે જુદી જુદી કલમ મુજબ યુવતી અને ૪ અજાણ્‍યા માણસો વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઇ આર. એમ. વાળાએ તપાસ હાથ ધરી હતી.

(2:06 PM IST)