<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

માધવપુરના મેળામાં આજે ત્રીજા દિવસે ત્રિપુરાના રાજયપાલ ઇન્‍દ્રસેન રેડીનું આગમન

શ્રીકૃષ્‍ણ-રૂક્ષ્મણી વિવાહ તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમનો લ્‍હાવો લેશે

પોરબંદર, તા. ૮: માધવપુરના મેળામાં આજે ત્રીજા દિવસે ત્રિપુરાના રાજયપાલ ઇન્‍દ્રસેન રેડી આવ્‍યા છે રાજયપાલ  ઇન્‍દ્રસેન રેડી શ્રીકૃષ્‍ણ-રૂક્ષ્મણીજીના પરંપરાગત વિવાહ પ્રસંગ તથા રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ માં લહાવો લેશે.  ભગવાન શ્રી કળષ્‍ણ રૂક્ષ્મણીના લગ્નોત્‍સવ પ્રસંગે યોજાતા માધવપુરના મેળાના ત્રીજા દિવસે ત્રિપુરાના રાજ્‍યપાલ શ્રી ઈન્‍દ્રસેન રેડી નલુ સહભાગી થશે તેમની સાથે ઉત્તર પૂર્વીય રાજ્‍યના વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્‍થિત રહેશે.

માધવપુરના મેળામાં સાંજે નોર્થઇસ્‍ટ રાજ્‍યોના ૮૧૦ કલાકારો તેમજ ગુજરાતના ૮૭૪ કલાકારો એમ કુલ ૧૬૮૪ કલાકારો દ્વારા  ‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત'' થીમ પર આધારિત ૪૦ મિનીટનો સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે અને ત્‍યારબાદ ડાયરામાં કલાકાર શ્રી દિવ્‍યેશ જેઠવા, શ્રી સાગર કાચા, શ્રી રાજુભાઈ બારોટ દ્વારા  લોકડાયરો કાર્યક્રમ યોજવામાં આવશે.

(1:57 PM IST)