<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

ગોંડલ જૂના યાર્ડમાં ઇકો કારમાં આગ લાગી

 

ગોંડલઃ મહેસાણાનાં જોટાણા ગામનાં વેપારી હસમુખભાઇ અંબાલાલ પટેલ ગોંડલ યાર્ડમાં મરચાની ખરીદી પુરી કરી ઘર માટે કેસર કેરી ખરીદવા યાર્ડમાં ગાડી પાર્ક કરી કેરી ખરીદી રહ્યા હતા. ત્‍યારે ઇકો કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ઇકો કાર ડ્રાઇવર વગર સો ફુટથી વધુ દોડી હતી. બર્નિંગ કારને જોઇને લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ કરાઇ હોય દોડી આવેલા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગનું કારણ અકબંધ છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી અહેવાલ-જીતેન્‍દ્ર આચાર્ય-ગોંડલ)

(2:00 PM IST)