<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

મુખ્‍યમંત્રીને ઓનલાઇન ફરીયાદ બાદ તાલાલા ગીરમાં દબાણ હટાવ ઝુંબેશ

જુના બસ સ્‍ટેન્‍ડ ચોક અને રમરેચી રોડ ઉપર કેબીન, દુકાનો ઉપર બુલડોઝર ફરી વળ્‍યું

(સરદારસિંહ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા, ૮ : ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં દબાણ દુર કરવા મુખ્‍યમંત્રીને ઓનલાઇન ફરીયાદ કરાયા બાદ આજે દબાણ હટાવ ઝુંબેશ કામગીરી શરૂ કરાઇ છે. જુના બસ સ્‍ટેન્‍ડ ચોક અને રમરેચી રોડ ઉપર ૬૦ જેટલા વેપારીઓ અને જાગૃત નાગરીકોએ ઓનલાઇન મુખ્‍યમંત્રી ને ફરીયાદ કરી હતી. ત્‍યાર બાદ આજે કલેકટરની સુચના બાદ મામલતદાર અને પોલીસ તંત્રએ કાચા-પાકા મકાનોનું દબાણ દુર કર્યુ છે.

(4:03 PM IST)