<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રાજુલા નજીક બાવળના જંગલમાં ભીષણ આગ : 800 વીઘા જમીનમાં અચાનક ફાટી નીકળી

કાળઝાળ ગરમી વચ્ચે જંગલમાં આગથી જાનવરોમાં નાસભાગ, વન વિભાગ ચિંતિત

આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે,  બીજી તરફ જંગલોમાં આગ ફાટી નીકળવાની ઘટનાઓ પણ સામે આવવા લાગી છે. અગાઉ ડાંગ, પોરબંદર અને અરવલ્લીના જંગલોમાં આગની ઘટના સામે આવી ચૂકી છે. એવામાં એશિયાટિક સિંહોનો વસવાટ છે એવા અમરેલી જિલ્લાના જંગલમાં આગની ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી જિલ્લાના રામપરા ગામ નજીક પડતર જમીન પર બાવળનું જંગલ ઉભું થઈ ગયું છે. જેમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ 800 વીઘા જમીનમાં અચાનક ફાટી નીકળી હતી

(9:59 PM IST)