તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 8th April 2025
જૂનાગઢ ટીંબાવાડી મધુરમ વિસ્તારમાં નેનો કારમાં આગ ભભૂકી : ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
બેટરી સ્પાર્ક થતાં આગ લાગી પણ સતર્કતાથી કાર ચાલકનો બચાવ થયો

જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના બની હતી. એક કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી.જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક અચાનક આગ લાગી હતી,મધુરમ બાયપાસથી થોડે આગળ જતાં જ કારની લાઈટ અનિયમિત થઈ હતી, અને લબક ઝબક થવા લાગી હતી. ત્યારબાદ બોનેટ માંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતામાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ હતી. બેટરી સ્પાર્ક થતાં આગ લાગી પણ સતર્કતાથી પરિવારનો બચાવ થયો હતો.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
