News of Wednesday, 9th April 2025
ગોંડલના મોટા સખપરના પરષોત્તમભાઇ બોરડનું જનાવર કરડી જવાથી મોત

રાજકોટ તા. ૯: ગોંડલના મોટા સખપર ગામે વાડીએ કામ કરી રહેલા વૃધ્ધનું જનાવર કરડી જવાને કારણે મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ મોટા સખપર રહેતાં પરષોત્તમભાઇ નાનજીભાઇ બોરડ (ઉ.વ.૭૨) ગત તા. ૧૭/૩ના રોજ પોતાની વાડીએ હતાં ત્યારે હાથ પર કોઇ જનાવરે દંશ મારી દેતાં ઝેરી અસર થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરિયમાન ગત રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર પરષોત્તમભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, તોૈફિકભાઇ જુણાચ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૫)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
