<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

ખંભાળિયાના ભાડથર ગામે સ્‍મશાનના લાકડામાં આગ ફાટી નીકળતા મોટો જથ્‍થો ભસ્‍મીભૂત

 

ખંભાળિયા : તાલુકાના ભાડથર ગામે આવેલા હિન્‍દુ સ્‍મશાનમાં રાખેલા લાકડાના વિશાળ જથ્‍થામાં કોઇ કારણસર આગ લાગી હતી.

આગ લાગતા મોટા ભડકા સાથે સમગ્ર લાકડા સળગતા ખંભાળિયા ફાયર બ્રિગેડને જાણ કરાતા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર સ્‍ટાફ તથા બંબામાં સાથે પહોંચ્‍યા હતા. જો કે ત્રણેક કલાકે આગ કાબુમાં આવી હતી પણ મોટો જથ્‍થો લાકડાનો સળગી ગયો હતો. આગનું કોઇ કારણ બહાર આવેલ નથી.

(1:19 PM IST)