<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

વિસાવદરમાં ભૂપેન્‍દ્રભાઈ પટેલનું શુક્રવારે આગમન : ભાજપની મીટીંગોનો ધમધમાટ : તડામાર તૈયારીઓ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૯: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તે પૂર્વે જ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો વિસાવદરનો પ્રવાસ ગોઠવાયો છે.

વિશ્વસનીય સુત્રોના જણાવ્‍યા અનુસાર વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી તા.૧૧-૪-૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. સંભવતઃ સહકારી ક્ષેત્રના કાર્યક્રમનુ આયોજન કરાઈ રહ્યુ છે.

મુખ્‍યમંત્રીશ્રીના વિસાવદર આગમન પૂર્વે ભાજપ પાર્ટીના સંગઠનની વિવિધ મીટીંગો યોજાઈ રહી છે. વહીવટીતંત્ર પણ એલર્ટ છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જો કે, આશ્‍ચર્યજનક બાબત એ છે કે, આ લખાઈ રહ્યુ છે ત્‍યારે તા.૯ સવારે ૧૦ સુધી હજુ મુખ્‍યમંત્રીશ્રીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી..!!

(2:01 PM IST)