News of Wednesday, 9th April 2025
ખોડલધામ યુવા સમિતિ દ્વારા આરતી તથા છાસ વિતરણ

જૂનાગઢઃ શ્રી રામજન્મોત્સવ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રાના રૂટ પર વહેલી સવારથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી ખોડલધામ સમિતિની યુવા પાંખ શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે ખોડલધામના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા અને ખોડલધામ સમિતિના જિલ્લા કન્વીનર પરેશભાઈ ડોબરિયાના માર્ગદર્શન હેઠળ યુવા સમિતિના અભય રિબડિયા, રવિ રૈયાણી, મેહુલ સાવલિયા સહિતના નવયુવાનો દ્વારા જોશીપુરા ખાતે સામાજિક અને રાજકીય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રી રામભગવાનની મહાઆરતી કરી દીવસ દરમિયાન ૨૫૦૦ થી વધારે છાસની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતુ
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
