<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

પૂ.હરિરામબાપાની જન્‍મ શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે ભારતના ૧૦૦ જલારામ મંદિરમાં અખંડ રામધૂન

૧૨ એપ્રિલે હનુમાન જયંતીના દિવસે જસદણથી પ્રારંભ થશેઃ ૧૦ સપ્‍ટેમ્‍બર ૨૦૩૪ના દિવસે પૂર્ણાહુતિઃ પૂ.હરિબાપાના પરિવારજનો દરેક અખંડ ધુનમાં હાજરી આપશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૦: જસદણના છોટે જલારામ કહેવાતા પૂ.હરિરામબાપાની જન્‍મ શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણીનુ અનોખું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં દસ વર્ષ દરમિયાન ભારતમાં આવેલા ૧૦૦ જલારામ મંદિરે જઈ ૧૨ કલાકની અખંડ રામધૂન રાખવામાં આવશે

પૂ. હરિરામબાપાની અલૌકિક પ્રેરણાથી પૂ.બાપાના ભક્‍તો દ્વારા અને પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્‍યું છે જેનો પ્રારંભ પૂ.હરિરામબાપાના પ્રાગટય સ્‍થળ (જન્‍મ ભૂમિ)જસદણ ખાતે પૂ. હરિરામબાપા દ્વારા નિર્મિત જલારામ મંદિરથી થશે.

આગામી ૧૨ એપ્રિલે હનુમાન જયંતીના શુભદિને સવારે સાત વાગે અખંડ રામધૂનનો પ્રારંભ થશે જેની પૂર્ણાહુતિ સાંજે ૭:૦૦ વાગે થશે ત્‍યારબાદ તા.૧૩ ના રોજ પૂ. જલારામબાપાના ધર્મ પત્‍ની પૂ.શ્રી વીરબાઈમાતાની પ્રાગટય ભૂમિ (જન્‍મ સ્‍થળ)આટકોટ ખાતે પૂ. હરિરામબાપા દ્વારા નિર્મિત વિશ્વના એકમાત્ર શ્રી વીરબાઈમાં મંદિરે અખંડ રામધૂન યોજાશે તા.૧૪ ના રોજ બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આવેલ શ્રી જશુમાના મંદિરે અને તા.૧૫ના રોજ બાબરા ખાતે આવેલ જલારામ મંદિરે યોજાશે.

દેશભરના વિવિધ જલારામ મંદિરે યોજનાર ૧૦૦ અખંડ રામધૂનમાં પૂ.હરિરામબાપાના પરિવારમાંથી પણ સભ્‍યો દરેક ધૂનમાં હાજર રહેશે.

આગામી ચાર દિવસ યોજાનાર અખંડ રામધૂનમાં પૂ.હરિબાપાના પરિવારમાંથી ભીખુભાઈ ઠકરાળ, ભરતભાઈ ઠકરાળ,જગદીશભાઈ ઠકરાળ,દિનેશભાઈ ઠકરાળ અને વિજયભાઈ ઠકરાળ ઉપસ્‍થિત રહેશે.

ઉલ્લેખની છે કે હરિરામબાપાની કર્મભૂમિ જસદણ પટેલ સ્‍ટ્રીટ ખાતે ૪૨ વર્ષ પહેલા અખંડ રામધૂનનો શ્રી હરિરામબાપાા પ્રારંભ કર્યો હતો જે આજે પણ ૨૪ કલાક ચાલુ છે ત્‍યાં ત્‍યાં હાલ વિશાળ જલારામ મંદિર અને અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.

બાળપણથી જ દરિદ્ર નારાયણની સેવા, ભુખ્‍યાને ભોજન અને રામ મંત્રને જીવન મંત્ર બનાવનાર પૂ. હરિરામબાપા નાગપુર ખાતે શરૂઆતમાં ઘરે ઘરેથી જમવાનું લઈ સાઇકલ ઉપર દરિદ્ર નારાયણને દેવા જતા હતા તેમની આ સેવા જોઈ નાગપુર મહાજન શ્રેષ્ટીઓ અને પરિવારજનોએ નાગપુર ખાતે પણ પૂજ્‍ય બાપાને અનક્ષત્ર ચાલુ કરી દીધું જ્‍યાં આજે વિશાળ જલારામ મંદિર અને ૪૦ વર્ષથી અનક્ષેત્ર ચાલી રહ્યું છે ત્‍યારબાદ પૂ.જલારામ બાપાના ધર્મપત્‍ની શ્રી વીરબાઈમાતાના પ્રાગટય સ્‍થળ આટકોટ ખાતે શ્રી વીરબાઈમાતાનું પૂ.હરીબાપાએ મંદિર બનાવ્‍યું અને મંદિરની સામે પૂ.જલારામબાપા અને પૂ.વીરબાઈમાતા લગ્નગ્રંથિથી જોડાયા હતા ત્‍યાં છેલ્લા ૨૫  વર્ષથી અનક્ષેત્ર ચાલી રહ્યું છે.

પૂ.હરિબાપા દ્વારા પ્રથમ નિર્મિત જસદણના જલારામ મંદિરેથી પ્રથમ અખંડ રામધૂનનો પ્રારંભ થશે આગામી ચાર દિવસ યોજાનાર જસદણ, આટકોટ, કોટડાપીઠા અને બાબરા જલારામ મંદિર ખાતે યોજાનાર ૧૨ કલાકની અખંડ રામધૂન અને મહાપ્રસાદનો લાભ લેવા પૂ.હરીરામ બાપાના સેવક ગણે યાદીમાં જણાવ્‍યું છે.

પૂ.જલારામબાપાના જીવન મંત્રને પૂ. હરિરામબાપાએ જીવનમાં ઉતાર્યો હતો 

 

 

 

ભૂખ્યાને ભોજન,દરિદ્ર નારાયણની સેવા અને રામ-નામની હરીબાપાને આખો દિવસ લગની લાગતી હતી:સુંદરકાંડના પાઠ કર્યા વઞર બાપા સુતાજ નહોતા

 

 

 

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.10 પૂ.હરિરામબાપા નાનપણથી જ પૂ.જલારામબાપાની જેમ પ્રભુ ભક્તિમાં લિન બની જતા હતા.

 

સમય જતા હરિરામબાપા નાગપુરમાં ભૂખ્યાઓને ઘરે ઘરેથી અન્ન ઉઘરાવી ભૂખ્યાઓને આપવા જતા હતા

આજે પૂ.હરીરામબાપા દ્વારા નિર્મિત મહારાષ્ટ્રના નાગપુર જલારામ મંદિરે,જસદણ જલારામ મંદિરે અને આટકોટ ખાતે આવેલ માતૃશ્રી વીરબાઈમાના પ્રાગટ્ય સ્થળે વીરબાઈમાંંના મંદિરે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.

 

પૂ હરીરામબાપા સવારથી લઈ રાત સુધી રામાયણના પાઠ,અખંડ રામધૂન અને કોઈ પણ દિવસ ખાલી ગયા વગર 60 થી વધુ વર્ષ સુધી રોજે સુંદરકાંડના પાઠ કર્યા વગર બાપા ક્યારેય સુતા નહોતા જે અમરેલી ખાતે તેમણે દેહ છોડ્યો ત્યાં સુધી અવિરત સુંદરકાંડના પાઠ એમણે કર્યા હતા.

 

ભારત ભરમાં 100 જલારામ બાપાના મંદિરે અખંડ ધૂનનું સુંદર અને અલૌકિક આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે આ રામધુનને લહાવો લેવા જસદણ જલારામ મંદિર,નાગપુર જલારામ મંદિર અને આટકોટ વીરબાઈમાં મંદિરના સંચાલકો અને બાપાના સેવકોએ યાદીમાં જણાવ્યું છે.

(11:17 AM IST)