<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

કચ્છના રણમાં ગુમ થયેલ ઇજનેરનો ૭૨ કલાક થયા હજી પત્તો નથી

ડ્રોન, વાહનો અને પગીઓની મદદ સાથે ૧૨૫ જવાનોનો કાફલા દ્વારા અવિરત શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  ધગધગતા તાપમાં અફાટ રણ વચ્ચે ગત ૬/૪ ના ગુમ થયેલ ઇજનેરનો હજી પત્તો મળ્યો નથી. અદાણી કંપનીના સોલાર પ્રોજેક્ટ માટે કચ્છના રાપર તા.ના બેલા ગામ પાસેના રણમાં સર્વે દરમ્યાન ૩ જણ ગુમ થયા હતા. તેમાં ડ્રાઇવર મોહમ્મદ ગની ખાન તેમ જ ચેલારામ મીઠારામ બે મળી ગયા. પરંતુ અર્નબ પાલ નો હજી પત્તો નથી. ૭૨ કલાક થયા પોલીસ, બીએસએફ અને વન વિભાગના ૧૨૫ જવાનો આ ગુમ શુદા ઈજનેરની ડ્રોન કેમેરા, વાહનો તેમ જ પગીની મદદથી શોધખોળ કરી રહ્યા છે પરંતુ હજી સુધી પત્તો મળ્યો નથી. ગામ લોકોની પણ મદદ લેવાઈ રહી છે.

(9:35 AM IST)