<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

હળવદમાં સસરાના ઘરે આવેલા જમાઈ ઉપર પાંચ શખ્‍સોનો હુમલો

અગાઉ સગાઈના પ્રસંગમાં થયેલ ઝઘડાનો ખાર રાખી હુમલો કરાયો

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૧૦: હળવદ શહેરમાં આવેલ કુંભાર દરવાજા વિસ્‍તાર ના  ખચ્‍ચરફળી  મા સસરાના ઘરે આવેલા ધાંગધ્રાના યુવાન ઉપર હળવદના પાંચ શખ્‍સોએ અગાઉ સગાઈના પ્રસંગમાં થયેલ ઝઘડા નો ખાર રાખી હુમલો કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ધાંગધ્રા શહેરના ફૂલ ગલી વિસ્‍તારમાં રહેતા ગુલમામદભાઈ ઈબ્રાહીમભાઈ મકરાણી ઉંમર વર્ષ ૪૬ એ હળવદ રહેતા આરોપી આરીફ ગુલાબભાઈ ભટ્ટી, સિરાજ અબુભાઈ ભટ્ટી,ઈમરાન ગુલાબભાઈ ભટ્ટી, રિયાઝ સલીમભાઈ ભટ્ટી અને મુસ્‍તાક સલીમભાઈ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પુત્ર હિદાયતની સગાઈ હળવદ ખાતે કરી હોય મંગેતર સુહાનાને લઈ દસાડા સગાઈના પ્રસંગમાં ગયા બાદ પુત્રની મંગેતરને મુકવા માટે હળવદ આવ્‍યા હતા.

દરમિયાન ગત તારીખ ૭ ના રોજ રાત્રિના ફરિયાદ  ગુલમામદભાઈ નો પુત્ર હિદાયત સસરાના ઘર પાસે બહાર નીકળતા આરોપીઓએ દસાડા ખાતે સગાઈ ના પ્રસંગમાં થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી સમાધાન થયું હોવા છતાં હિદાયત સાથે ઝઘડો કરી પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ની ધમકી આપતા પાંચ આરોપીઓ વિરૂધ્‍ધ હળવદ પોલીસ સ્‍ટેશને ફરિયાદ નોંધાવી છે. આ ઝઘડા ના બનાવ નો વિડિઓ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતા ચર્ચાસ્‍પદ બાબત બની હતી.(૬.ર)

(10:35 AM IST)