<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

જેતપુરના પેઢલાના દિનેશભાઇ જેઠવાનું એપેન્‍ડીક્‍સના ઓપરેશન બાદ મોત

જુનાગઢ, જેતપુર, ગોંડલ સારવાર બાદ રાજકોટમાં દમ તોડયોઃ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: જેતપુરના પેઢલા ગામે રહેતાં દિનેશભાઇ દેવજીભાઇ જેઠવા (ઉ.વ.૪૮)ને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમનું રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સગાના કહેવા મુજબ દિનેશભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને ગત ૨૮/૩ના રોજ પેટમાં દુઃખાવો ઉપડતાં જુનાગઢ સારવાર અપાવાયા બાદ જેતપુર ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ.

જ્‍યાં એપેન્‍ડીક્‍સનું ઓપરેશન કરાયું હતું. ૮/૪ના રજા બાદ ઘરે જઇ ફરી ગોંડલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. ત્‍યાંથી તબિયત બગડતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે મૃત્‍યુ થતાં સ્‍વજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જેતપુર ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(10:53 AM IST)