News of Thursday, 10th April 2025
ચોટીલાના ખાખરાપરમાં પૈસા મામલે ગોપાલ રંગપરા પર કુટુંબી ભાઇઓનો હીચકારો હુમલો
શરીરે પાઇપ-ધોકા ફટકાર્યાઃ આંખ પાસે ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૦: પૈસા મામલે માથાકુટની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. દરમિયાન ચોટીલાના ખાખરાપર ગામે એક યુવાનને પૈસાના ડખ્ખામાં તેના કુટુંબી ભાઇઓએ ધોકા-પાઇપથી બેફામ ફટકારતાં ગંભીર ઇજા થઇ છે. આંખ પાસે પાઇપનો ઘા લાગી જતાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ ખાખરાપર રહેતો ગોપાલ મશરૂભાઇ રંગપરા (ઉ.વ.૨૫) સાંજે ગામની ચોકડીએ હતો ત્યારે મોટા બાપુના દિકરા એવા કુટુંબી ભાઇ હીરા કરસન રંગપરા, રાજુ, રામજી મશરૂ સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરી આડેધડ માર મારતાં દેકારો મચી ગયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. ગોપાલના પરિવારજનોને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે થાન અને ત્યાંથી રાજકોટ ખસેડતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ થાન પોલીસને જાણ કરી હતી.
ગોપાલના કહેવા મુજબ તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેના તાજેતરમાં લગ્ન થયા છે. પોતે ચાર ભાઇ અને ચાર બહેનમાં નાનો છે. કુટુંબી ભાઇએ જુના મનદુઃખને કારણે અને તમારે અમને પૈસા આપવા પડશે, પૈસા આપો તેમ કહી ઝઘડો કરી આ હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે થાન પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૫)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
