<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

સાયલા-નાગડકામાં સગાની વાડીએ બેભાન થઇ જતાં જેશાભાઇનું મોત

બેભાન હાલતમાં રાજકોટની હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયું

 

રાજકોટ તા. ૧૦: સાયલના વેળાવદર-નાગડકાના મુળ વતની જેશાભાઇ ગાંડાભાઇ બગોદરીયા (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધ તા. ૮/૪ના રોજ રાતે બારેક વાગ્‍યે નાગડકા ગામે તેના ઓળખીતા વિનાભાઇ મંગળાભાઇ કુકડીયાની વાડીએ હતાં ત્‍યારે અચાનક બેભાન થઇ જતાં પ્રથમ સુદામડા સરકારી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સુરેન્‍દ્રનગર ગાંધી હોસ્‍પિટલમાં ખસેડાયેલ. વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ તેનું ગઇકાલે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધજાળા પોલીસને જાણ કરી હતી. મૃતકના પરિચીતના કહેવા મુજબ તેમને એક દિકરી છે. આગળ પાછળ બીજુ કોઇ ન હોઇ તેઓ ભટકતું જીવન જીવતા હતાં. થોડા દિવસથી નાગડકા વિનાભાઇની વાડીએ રોકાયા હતાં. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા જણાવાઇ હતી. (૧૪.૫)

(10:54 AM IST)