News of Thursday, 10th April 2025
પૂ.જલારામબાપાના જીવન મંત્રને પૂ. હરિરામબાપાએ જીવનમાં ઉતાર્યો હતો
ભૂખ્યાને ભોજન,દરિદ્ર નારાયણની સેવા અને રામ-નામની હરીબાપાને આખો દિવસ લગની લાગતી હતી : સુંદરકાંડના પાઠ કર્યા વઞર બાપા સુતાજ નહોતા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૦: પૂ.હરિરામબાપા નાનપણથી જ પૂ.જલારામબાપાની જેમ પ્રભુ ભક્તિમાં લિન બની જતા હતા.
સમય જતા હરિરામબાપા નાગપુરમાં ભૂખ્યાઓને ઘરે ઘરેથી અન્ન ઉઘરાવી ભૂખ્યાઓને આપવા જતા હતા.
આજે પૂ.હરીરામબાપા દ્વારા નિર્મિત મહારાષ્ટ્રના નાગપુર જલારામ મંદિરે,જસદણ જલારામ મંદિરે અને આટકોટ ખાતે આવેલ માતળશ્રી વીરબાઈમાના પ્રાગટય સ્થળે વીરબાઈમાંના મંદિરે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.
પૂ હરીરામબાપા સવારથી લઈ રાત સુધી રામાયણના પાઠ,અખંડ રામધૂન અને કોઈ પણ દિવસ ખાલી ગયા વગર ૬૦ થી વધુ વર્ષ સુધી રોજે સુંદરકાંડના પાઠ કર્યા વગર બાપા કયારેય સુતા નહોતા જે અમરેલી ખાતે તેમણે દેહ છોડ્યો ત્યાં સુધી અવિરત સુંદરકાંડના પાઠ એમણે કર્યા હતા.
ભારતભરમાં ૧૦૦ જલારામ બાપાના મંદિરે અખંડ ધૂનનું સુંદર અને અલૌકિક આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે આ રામધુનને લહાવો લેવા જસદણ જલારામ મંદિર,નાગપુર જલારામ મંદિર અને આટકોટ વીરબાઈમાં મંદિરના સંચાલકો અને બાપાના સેવકોએ યાદીમાં જણાવ્યું છે
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
