News of Thursday, 10th April 2025
ધ્રાંગધ્રામાં બે વાહન સામસામે આવી જતા બે જૂથો વચ્ચે અથડામણ : ત્રણ કારને નૂકસાન : એકમાંથી દારૂ મળ્યો!

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૦ : ધ્રાંગધ્રાના નરસીપરા વિસ્તારમાં મંગળવારની રાત્રિના રોજ ૨ વાહન સામસામે આવી જતા બોલાચાલી થઈ હતી. બાદમાં ૨ જૂથ વચ્ચે અથડામણ થતા ૨ જૂથના ટોળા સામસામે આવી ગયા હતા. અને ૩ કારને ભારે નુકસાન થયું હતું. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી જ ગઈ હતી. અને એક કારમાંથી રૂ. ૯૧ હજારનો દારૂ મળી આવતા ચકચાર મચી હતી. ત્યારે તાલુકા પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સિટી પોલીસમાં બંને પક્ષો સામે ચેપ્ટર કેસ કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા નરસીપરામાં દીવાળીના સમયે પણ ૨ જૂથ અથડામણ થઈ હતી. બાદમાં ફર મંગળવારે રાતના ૨ વાહન સામસામે આવી જતા બંને જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. ત્યારે નરસિંહપરા વિસ્તારમાં વારંવાર જૂથ અથડામણનો બનાવ બનાવને લઈને વિસ્તારમાં લોકો પરેશાન થઈ ગયા છે. બનાવમાં ૩ કારને ભારે નુકસાન થયું હતું. ત્યા
પોલીસ ઘટના સ્થળે દોડી જાય અને બંને જૂથને છૂટા પાડી અને કારની તલાસી લીધી હતી. આ કારની અંદર રૂ. ૯૧,૦૦૦નો વિદેશી દારૂ મળી આવતા કાર ચાલક નીતીનભાઇ માથુરભાઈ સામે ધ્રાંગધ્રા તાલુકો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બંને જૂથના શખસો સામે ધ્રાંગધ્રા સિટીમાં ચેપ્ટર કેસ કરી અને મામલો થાળે પાડવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ એએસઆઇ સાગરભાઇ રબારી કરી રહ્યા છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
