<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરો તાપ યથાવતઃ આગઝરતી લૂ

મહતમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર થઇ જતા જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહતમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર થઇ જતા લોકો હેરાન-પરેશાન થઇ રહયા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. એમાં પણ રાજકોટમાં તો જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહયા હોય તેવી ગરમી પડી રહી છે. દૈનીક તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી શહેરમાં સતત ૪૪ ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યુ છે. ત્‍યારે, આજે પાંચમાં દિવસે પણ કાળઝાળ ગરમીએ એપ્રિલનો નવો રેકર્ડ બનાવ્‍યો હતો. આજે રાજકોટ શહેરનું તાપમાન ૪૫.૨ ડિગ્રીએ પહોંચી જતા એપ્રિલ માસમાં ગરમીનો નવો રેકોર્ડ સર્જાયો છે. આ ઉપરાંત રાજયના ૧૫ શહેરમાં ૪૧ ડિગ્રીને પાર તાપમાન પહોંચતા લોકો અકળાઈ ઉઠયા હતા.

રાજકોટમાં આજે બપોરે તાપમાન ૪૫ ડિગ્રીને પાર પહોચી ગયું હતું. જયારે પવનની ઝડપ ૬ કી.મી. પ્રતિ કલાક રહેતા કાળઝાળ ગરમી સાથે આગઝરતી લૂનો પણ અનુભવ થયો હતો. શહેરમાં ૪૫ ડિગ્રી ઉપરના તાપમાનનાં પગલે સ્‍વયંભૂ કફર્યું જેવો માહોલ છવાઈ ગયો હતો અને બજારો તથા રાજમાર્ગો સુમસામ થઈ ગયા હતાં. મળતી માહિતી મુજબ દાયકાઓ રાજકોટનું તાપમાન ૪૫ ડિગ્રીને પાર પહોંચી જતા નગરજનોએ આગના ભઠ્ઠાનો અનુભવ કર્યો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં  સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.  મહત્તમ તાપમાન વધીને ૪૨.૨ ડિગ્રી એ પહોંચતા આગ ઝરતી ગરમી અને લુ  ને કારણે લોકો તોબા પોકારી ગયા હતા.

ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્‍યું છે.  ગરમીનો પારો એક ડીગ્રી વધીને આજે ૪૨.૨ ડિગ્રી એ પહોંચી ગયો હતો. બપોરના સમયે ગરમ લુને કારણે લોકો  ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે લઘુતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી રહ્યું હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૧ ટકા રહેવા પામ્‍યું હતું . પવનની ઝડપ ૮ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. ગરમીને કારણે બપોરના સમયે રસ્‍તાઓ સુમસાન ભાસતા હતા.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જૂનાગઢ સહિત સોરઠમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર થઈ જતા કાળઝાળ ગરમીથી લોકો ઉકડી ઉઠ્‍યા છે. બીજી તરફ હજુ ૩ દિવસ હિટવેવ રહેશે.

જુનાગઢ ખાતે બુધવારે મહતમ તાપમાન વધીને ૪૩.૪ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જુનાગઢ કળષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્‍યું હતું કે, છેલ્લા ૪ દિવસથી ગરમીનું જોર વધ્‍યું છે. રવિવારથી જૂનાગઢનું તાપમાન ૪૨ ડિગ્રી ઉપર રહ્યું છે. હજુ ૩ દિવસ ગરમીથી રાહત મળવાની શકયતા નથી. જોકે ૧૨ એપ્રિલ બાદ તાપમાનમાં આંશિક રાહત રહેશે અને મહત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડીગ્રીનો ઘટાડો થશે અને ૧૫ એપ્રિલ બાદ ફરી હીટવેવ જોવા મળશે. તાપમાન ફરી ઊંચું જશે. હાલ કમોસમી વરસાદની કોઈ શકયતા છે નહી.દરમિયાન આજે સવારે જુનાગઢનો લઘુત્તમ તાપમાન વાતાવરણમાં ૩૬% ભેજ વચ્‍ચે ૨૪.૧ ડિગ્રી નોંધાયું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૬.૭ કિલોમીટરની થઈ ગઈ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૩.૫, મહતમ તાપમાન ૩૯.૫, ભેજનું પ્રમાણ ૭૦%, પવનની ગતી ૮.૨ કિ.મી. રહી હતી.(૨.૧૧)

કયાં કેટલી ગરમી?

કંડલા               ૪૫.૬

રાજકોટ     ૪૫.૨

અમરેલી     ૪૪.૩

સુરેન્‍દ્રનગર  ૪૩.૮

કેશોદ               ૪૩.૮

ડીસા                ૪૩.૬

જુનાગઢ     ૪૩.૪

અમદાવાદ  ૪૩.૨

ગાંધીનગર  ૪૩.૦

પોરબંદર    ૪૩.૦

વડોદરા     ૪૩.૦

ભુજ         ૪૨.૯

વલ્લભ વિદ્યાનગર   ૪૨.૮

ભાવનગર   ૪૧.૨

સુરત                ૪૧.૦

(12:05 PM IST)