<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ગોંડલના લીલાખા વિજ સબ સ્‍ટેશનમાંથી ૧.૩૮ લાખના ૩ રીએકટરની ચોરી

 

રાજકોટ તા. ૧૦ :.. ગોંડલના લીલાખા વિજ સબ સ્‍ટેશનમાંથી તસ્‍કરો ૧.૩૮ લાખના ૩ રીએકટર ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ લીલાખા ગામે આવેલ ૬૬ કેવી વિજ સબ સ્‍ટેશનમાંથી રાત્રીના સમયે તસ્‍કરો કેપેસીટર બેકના ત્રણ રીએકટર કિ. ૧.૩૮ લાખ ચોરી કરી ગયા હતાં. આ અંગે સબ સ્‍ટેશનના કર્મચારી જયભાઇ બગથરીયાએ સુલતાનપુર પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે અજાણ્‍યા ઇસમો સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:16 PM IST)