News of Thursday, 10th April 2025
સગાઇ ન થતી હોય નવાગામ ઘેડની યુવતિનો આપઘાત
જામનગરમાં એકટીવા સ્લીપ થતા યુવતિનું મોત : ઠેબા ચોકડી પાસે દુકાન નજીક ઉભા રહેવાની ના પાડતા માર માર્યો : ઘરમાં પાણી લેવા જતા પિતાને અલગ રહેતા પુત્રએ માર માર્યો : ધ્રોલમાં પાર્કીંગ પ્રશ્ને બઘડાટી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: અહીં નવાગામ ઘેડ, મધુરમ સોસાયટી મેલડી માતાજીના મંદિર પાસે રહેતા મનોજગીરી છગનગીરી ગૌસ્વામી, ઉ.વ.પ૦ એ સીટી ઁબીઁ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૯-૪-ર૦રપના મરણજનાર પ્રિયાબેન મનોજગીરી છગનગીરી ગૌસ્વામી, ઉ.વ.ર૧ વાળાની સગાઈ આશરે ત્રણેક વર્ષ પહેલા તુટી ગયેલ હોય ત્યારબાદ કોઈ સગાઈની વાત આવતી ન હોય જેથી સગાઈ થયેલ ન હોય જેથી તે બાબતની અવાર નવાર ચિંતા કરતા હોય જે બાબતનું તેને મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જતા મૃત્યુ પામેલ છે.
યુવાનનું સારવાર દરમ્યાન મોત
સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના કોન્સ. વિપુલકુમાર કરશનભાઈ લાડુમોર એ જાહેર કરેલ છે કે, મરણજનાર અજયભાઈ રમેશભાઈ મકવાણા, ઉ.વ.રપ, રે. મોહનનગર આવાસ બિલ્ડીંગ નં.૯, રૂમ નં.૧૦૭ વાળા ને જી.જી.હોસ્પિટલમાં સારવારમાં લાવતા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ પામેલ છે.
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લાલજીભાઈ ગોકળભાઈ મણવર, ઉ.વ.૮૬, રે. દિગ્વીજય પ્લોટ-૪૯, સિધ્ધાર્થ કોલોની શેરી નં.પ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી લાલજીભાઈની દિકરી તથા તેના દિકરા કેતન તથા તેનો દિકરો સમર્થ સાથે એકટીવા ગાડીમાં ઘરેથી એ.કે.દોશી કોલેજ તરફ જતા હોય ત્યારે તળાવની પાળ પાસે, ગેઈટ -ર ની સામે પહોંચતા બાજુ માંથી બાઈક નીકળતા ફરીયાદી લાલજીભાઈના દિકરા કેતન લાલજીભાઈ મણવર થી તેની એકટીવાનું બેલેન્સ ખોરવાઈ જતા અને સામે સ્પીડ બ્રેકર હોવાથી બ્રેક મારવા જતા એકટીવા સ્લીપ થતા ફરીયાદી લાલજીભાઈના દિકરી પડી જતા મોઢાના ભાગે છોલાણ તથા શરીરે મુંઢ ઈજાઓ થયેલ હોય અને ઈજાઓના કારણે મરણ ગયેલ હોય અને એકટીવા ચાલક બેદરકારી બેફીકરાઈથી ચલાવતા ગુનો કરેલ છે.
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રશાંતભાઈ જયંતીલાલ જાદવ, ઉ.વ.રપ, રે. ઠેબા ગામ, સરદાર ચોક હાલ, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જે.સી.આરની બાજુ આવેલ ઈંડાની રેકડીએ ઠેબા ચોકડી પાસે આરોપી વિશાલ બાબુભાઈ ધ્રાંગીયા તથા તેનો સગો કોઈ લાલ તેણે ફરીયાદી પ્રશાંતભાઈનનેઆવી કહેલ કે ગામમાં તમારી દુકાન પાસે ઉભા રહેવાની કેમ ના પાડો છો તેમ કહી ગાળો આપી માર મારવા લાગેલ અને સામેથી તેનો ભાઈ આરોપી ચીરાગ બાબુભાઈ ધ્રાંગીયા ધોકો લઈ આવી ફરીયાદી પ્રશાંતભાઈને જમણા પગમા મારા મારી મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે આડેધડ ઢીકાપાટુનો મુઢ માર મારેલ હોય જેથી આ ત્રણેય આરોપીઓએ ફરીયાદી પ્રશાંતભાઈને ગામમાં આવેલ ફરીયાદી પ્રશાંતભાઈની દુકાને ઉભા રહી મજાક મસ્તી કરતા હોય અને ફરીયાદી પ્રશાંતભાઈની દુકાને ગ્રાહકોને તકલીફ પડતી હોય જેથી ઉભા રહેવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદી પ્રશાંતભાઈને મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ રુડાભાઈ ચૌધરી, ઉ.વ.પર, રે. શરૂસેકશન રોડ, એમ.પી.શાહ ઉધોગ સંત કબીર આવાસની બાજુમાં કુકડા કેન્દ્ર ગેઈટની પાછળ એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કિશોરભાઈનનો દિકરો તેના કહ્યામાં ન હોય અને ફરીયાદી કિશોરભાઈ સાથે ઝઘડો કરતો રહેતો હોય અને આથી ફરીયાદી કિશોરભાઈ તથા તેની પત્ની બાજુમાં અલગ રહેવા ચાલ્યા ગયેલ હોય અને રોજેરોજ ફરીયાદી કિશોરભાઈ તેના ઘર પાસે ગાયો દોવા માટે તેના ઘરમા પાણી લેવા જતા આરોપી કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી એ કહેલ કે અહીં પાણી લેવા આવુ નહી તો ફરીયાદી કિશોરભાઈએ જણાવેલ કે આ મારુ પણ ઘર છે આમ કહેતા આરોપી કિશન તથા કોમલ ચૌધરી એકદમ ઉશ્કેરાઈ જઈ અને ફરીયાદી કિશોરભાઈને ગાળા ગાળી કરી અને શરીરે મુંઢ ઈજા કરેલ તથા આરોપી કિશન દ્વારા ફીઝના હેન્ડલ વડે જમણા હાથમા તથા માથામા મારી ફરીયાદી કિશોરભાઈને મુંઢ ઈજા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
એક લાખની ચોરી
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અમીતભાઈ સુરેશભાઈ બડઘા, ઉ.વ.૩૬, રે. આઠ માળીયા, આવાસ બ્લોક નં. સી-૧, રૂમ નં.૬૦૮ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અમીતભાઈ કામ સબબ બહાર ગયેલ ત્યારે ફરીયાદી અમીતભાઈના ઘરનો દરવાજાનું તાળુ કોઈ અજાણ્યા ચોર ઈસમે તોડી ઘરમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી ઘરમાં રાખેલ સોનાના દાગીની ચોરી કરી લઈ ગયેલ હોય જેથી જેમા એક સોનાની ચેઈન જે આશરે એક તોલાની જેની કિંમત રૂ.રર,૦૦૦/- તથા એક સોનાના હાથમાં પહેરવાના પાટલા પોણો તોલા આશરે કિંમત રૂ.૧૮,૦૦૦/- તથા ચારેક સોનાની વીટી અંદાજે અઢી તોલાની જેની આશરે કિંમત રૂ.પપ,૦૦૦/- એમ સોના ચાંદીના ઘરેણા મળી કુલ કિંમત રૂ.૯પ,૦૦૦/- ના મુદામાલનની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હાજીઈમ્તીયાઝભાઈ હારૂનભાઈ ડોસાણી, ઉ.વ.૪૭, રે. મેમણ ચોક, રજવી સોસાયટી, ધ્રોલ ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, હાજીશાબ શો રૂમ લંઘા શેરી પાસે, ધ્રોલમાં ફરીયાદી હાજીઈમ્તીયાઝભાઈ તથા તેનો દિકરો સિફતેન તેની દુકાને બપોરના પોણા બારેક વાગ્યે હાજર હતા તે દરમ્યાન આરોપીઓ અકતર હારૂનભાઈ તથા સાહીલ સલીમભાઈ એ ફરીયાદી હાજીઈમ્તીયાઝભાઈની દુકાન સામે બુલેટ પાર્ક કરેલ હતું જેથી ફરીયાદી હાજીઈમ્તીયાઝભાઈએ તેને કહેલ કે અહી તમો બુલેટ પાર્ક કરશો નહી તેમ કહેતા આરોપીઓ ફરીયાદી હાજીઈમ્તીયાઝભાઈ તથા તેના દિકરા સિફતેન સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરવા લાગેલ અને ભુંડી ગાળો બોલવા લાગેલ અને ફરીયાદી હાજીઈમ્તીયાઝભાઈને તથા તેના દિકરાને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી અકતરએ ફરીયાદી હાજીઈમ્તીયાઝભાઈના દિકરાને ધકકો મારતા નીચે પડી જતા દુકાનના પગથીયા સાથે માથુ ભટકાયેલ જેથી તેને કપાળના ભાગે લોહી નીકળવા લાગતા બે ટાકા જેવી ઈજા કરી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
૧૩ બોટલ સાથે ઝડપાયો
અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, સમર્પણ સર્કલથી જકાતનાકા રોડ ઉપર રેલ્વે ફાટક નજીક સૈનિક ભવનના ગેઈટ પાસે આરોપી કિશનભાઈ ઉર્ફે કાનો ભગવાનજીભાઈ લાલ બોટલ નંગ-ર, કિંમત રૂ.૮૦૦/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.પ,૮૦૦/- રાખી ઝડપાઈ ગયેલ છે.
પંચ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી રાજેશ ઉર્ફે રાજીયો અરજણભાઈ મકવાણા બોટલ નંગ-૧૧, કિંમત રૂ.પપ૦૦/- તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ,૦૦૦/- મળી કુલ રૂ.૧૦પ૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા સપ્લાય કરનાર આરોપી રાજેશ દેવજીભાઈ માતંગ ફરાર થઈ ગયેલ છે.
આંકડા લખતો શખ્સ ઝડપાયો
પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ ગામ એફ.સી.આઈ. ગોડાઉન પાસે આરોપી ભરત ખીમજીભાઈ યાદવ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૩૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
બે બોટલ સાથે શખ્સ ઝડપાયો
અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિ જીવાભાઈ ખુંટી એ ફરીયાદ નોંધાવી છે કે, સમર્પણ સર્કલ ચોક આરોપી સતીશ ભીમજીભાઈ સીખલીયા બોટલ નંગ-ર, કિંમત રૂ.૧,૭૦૦/- તથા હુન્ડાયુ મોટરકાર આઈ-ર૦ જેની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૪,૦૧,૭૦૦/- રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
