News of Thursday, 10th April 2025
ધ્રોલ શહેરમાં હૃદયરોગના હુમલાની તાત્કાલીક સારવાર માટે ૨૪ કલાકની સેવાનો પ્રારંભ
ખાનગી મલ્ટીસ્પેશયાલીટી હોસ્પીટલ દ્વારા હોસ્ટેલના દીકરા-દીકરીઓ માટે આપે છે ફ્રી સેવા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૦: ધ્રોલ શહેર અને ધ્રોલ તાલુકા સહીત આજુબાજુના વિસ્તાર માટે આરોગ્ય માટે આર્શિવાદરુપ સેવા પુરી પાડતી અંબર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પીટલ ધ્વારા તમામ રોગોની સારવારની સાથે હવે ધ્રોલ શહેરમાં એમ.ડી. એમ.એસ. સર્જન સહીતના તબીબોની ડીમોને ખડકી દઈને હવે જનતા માટે ઘર બેઠા જ આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આધુનીક સુવિધા ઉભી કર્યાની સાથે હાલમાં ચિંતાજનક હૃદય રોગના હુમલાઓને ધ્યાનમાં રાખીને અંબર હોસ્પીટલ દ્વારા ૨૪ કલાક આઈ.સી.યુ.ની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ધ્રોલ શહેર ખાતે રાજકોટ-જામનગર હાઈવે પર પછાત વિસ્તારમાં ડો. હિંગોળા ધ્વારા સધર્ષ કર્યા બાદ ભવ્ય અંબર હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે અને આ હોસ્પીટલને ઘર આગણે જ મસ્લટીસ્પેશિયાલીટીની લોકોને સેવા પુરી પાડવામાં આવે છે. અને ધ્રોલના ઈતિહાસમાં પ્રથમવાર ૨૪ કલાક લોકોને હૃદયરોગ, સહીતની બીમારીઓની સારવાર મળી રહે તે માટે ડો. હીરેન પટેલ (એમ.ડી. મેડીસન) ડોક્ટરની ૨૪ કલાકની સેવાનો પ્રાંરભ કરવામાં આવ્યો છે અને ૨૪ કલાકની આઈ.સી.યુ.ની સારવારમાં ખાસ કરી વેલ્ટીલેટર, આઈ.સી.યુ. માટેની તમામ સુવિધા પુરી પાડવામાં આવશે, જેમા ફેફસા, શ્વાસને લગતી સેવાનો સમાવેશ કરવામાં આવેલ છે. અને ખાસ કરીને હૃદયરોગના હુમલા માટે તાત્કાલીક પ્રાથમિક સારવાની સુવિધામાં જેવી કે, હૃદની પટ્ટી, ઈકો, આઈ.સી.યુ. ઓકસીજન, મોનીટર, વેલ્ટીનેટરની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
ધ્રોલ ખાતે લોકોને ઉતમ આરોગ્યની સુવિધા મળી રહે તે માટે ૩૦ બેડની સુવિધા કરવામાં આવેલ છે, બાળકોના દરેક પ્રકારના રોગોનું નિદાન, બી.પી. ડાયબીટીસ, નીમોનીયા સહીતની સારવારની સાથો સાથ ઓથોપેડીક (હાડકાનો વિભાગ) પર છે જેમા ડો. અભિષેક ઘેટીયા ફુલ ટાઈમ ૨૪ કલાક સેવા આપે છે તેમજ સ્ત્રીરોગ વિભાગમાં ડો. નીલા પટેલ દ્વારા પણ ફુલટાઈમ ૨૪ કલાક સેવા આપવામાં આવે છે. જેમા સીજેરીયા, નોર્મલ ડીલેવરી સહીતની સારવાર આપવામાં આવે છે.
આમ ધ્રોલ ખાનગી હોસ્પીટલમાં લોકોને આરોગ્યની ઉતમ સુવિધા મળી રહે તે માટે આધુનીક સારવાર ઉપરાંત સેવાકીય કાર્ય પણ કરવામાં આવી રહયુ છે, જેમા ધ્રોલ તાલુકાની તમામ હોસ્પટલના દીકરા-દીકરીઓનો ફ્રી ચેકઅપ કરી આપવામાં આવે છે અને દર મંગળવારે બપોરે ૩ થી ૪ કલાક સુધી બધા દર્દીઓને ચેકઅપ મફત (ફી) કરી આપવામાં આવે છે ત્યારે ધ્રોલમાં આ સેવાનો પ્રાંરભ થતા લોકોને સારી એવી આરોગ્યની સેવા મળી રહેશે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
