News of Thursday, 10th April 2025
માધવપુરનો મેળો આંતરરાષ્ટ્રીય કક્ષા પ્રાપ્ત કરશેઃ આચાર્ય દેવવ્રતજી
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકિમણના લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું સંબોધનઃ કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યાવરણ મંત્રી ગજેન્દ્રસિંહ અને અરૂણાચલ પ્રદેશના રાજયપાલ કેવલ્ય ત્રિવિક્રમ સહિત મહાનુભાવો ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પ્રસંગ અને ભાતીગળ મેળાથી ભાવવિભોર : માધવપુરનો ભાતીગળ મેળો સાંસ્કૃતિક વિરાસત અને સભ્યતાનું જીવંત પ્રતીકઃ કેન્દ્રીય સાંસ્કૃતિક : અને પર્યાવરણ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટીથી માધવપુરના મેળો રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છેઃ અરૂણાચલ પ્રદેશના રાજયપાલ કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક : આજે માધવપુરના મેળાનો છેલ્લો દિવસઃ ભગવાન શ્રીકૃષ્ણની જાન કન્યાને લઇને રૂકિમણ મંદિરેથી નીકળી સાંજે માધવરાયજી મંદિરે પહોંચશે

પોરબંદર તા. ૧૦ :. માધવપુરમાં ગઇકાલે રાત્રીના ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ઐતિહાસીક પ્રસંગને જીવંત કરતો લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ અવસરમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને અરૂણાચલ પ્રદેશના રાજયપાલ કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક સહભાગી થયા હતાં. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધનમાં જણાવેલ કે માધવપુરનો મેળો નિヘતિરૂપથી આંતરરાષ્ટ્રીય મેળો બનવા જઇ રહ્યો છે.
ગુજરાતના રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક એક ભારત, શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને સાકાર કરતા માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કળષ્ણના લગ્નના દિવસે સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કળતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ મહાનુભાવોએ ભારતની વૈવિધ્યસભર સાંસ્કળતિક વિરાસતને ઉજાગર કરતા ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના ૧૬૦૦ કલાકારોએ એક સાથે પ્રસ્તુતિ આપતા ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમને નિહાળ્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ સાથે આ માધવપુરના મેળાનો ૨૦૧૮માં ભવ્યતા સાથે પ્રારંભ કરાવ્યો હતો, તે આજે નિヘતિરૂપથી આંતરરાષ્ટ્રીય મેળો બનવા તરફ આગળ વધી રહ્યો છે, આ મેળો માત્ર મનોરંજન પુરતો સીમિત નથી પરંતુ ભગવાન શ્રી કળષ્ણના દિવ્ય સ્વરૂપ અને ગીતા જ્ઞાનમાંથી માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રેરણા આપે છે. આ મેળો ભવ્ય સાંસ્કળતિક વિરાસતને આવનારી પેઢી અને પોતાના માટે સંવર્ધન કરવા માટે સંકલ્પ કરવાનો પણ અવસર છે.
ભગવાન શ્રીકળષ્ણ અને શ્રીરામ આપણી સંસ્કળતિ જ્યોતિર્ધર છે અને દેશને મર્યાદા પુરુષોત્તમ રામ અને કળષ્ણ જેવા યોગી સંતાનો મળે તે રાષ્ટ્રની સૌથી મોટી પુંજી છે અને ભાવિ પેઢી સંસ્કારવાન ઉપરાંત સંસ્કળતિ સભ્યતા, પરંપરાથી અને જોડાયેલી હશે તો ઘર પરિવાર, સમાજ અને રાષ્ટ્ર મજબૂત અને શ્રેષ્ઠ બનશે.
અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી અને સેવાનિવળત લેફટનન્ટ જનરલશ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયકે જણાવ્યું હતું કે, ભગવાનશ્રી કળષ્ણ અને માતા રુકમણીજીના વિવાહ પર્વમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે. માધવપુરનો મેળો ધાર્મિક, સાહિત્યિક અને જનજાતિ પરંપરાનું મિશ્રણ છે, જે ભગવાન શ્રીકળષ્ણ અને દેવી રુકમણીજીના પ્રેમ અને સાંસ્કળતિક એકતાનું પ્રમાણ છે. આ પહેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના આદર્શને ઉજાગર કરે છે. દર વર્ષે યોજાતો આ મેળો આપસમાં પ્રેમ અને સદભાવના સાથે યોજાય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સખત પરિશ્રમના પરિણામે દરેક પ્રદેશના રાજ્ય દિવસ ઉજવવાની પહેલ કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં આદર્શો અને દેશભાવના શ્રીકળષ્ણનાં કર્મયોગનું પ્રતીક છે, તેમની આ દીર્ઘદ્રષ્ટિ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. આ તકે તેઓ એ ભગવાનશ્રી કળષ્ણ અને માતા રુકમણીનાં વિવાહની પૌરાણીક કથા જણાવી આજે અરુણાચલ પ્રદેશથી દ્વારકાના ભગવાન શ્રીકળષ્ણની યાત્રાના દર્શન કરવાનો પણ અવસર છે
માધવપુર મેળામાં ખાસ ઉપસ્થિત રહેલા સંસ્કળતિ અને પર્યટન મંત્રીશ્રી ગજેન્દ્રસિંધ શેખાવતે કહ્યું હતું કે, માધવપુર-ઘેડનો આ મેળો વાર્ષિક સાંસ્કળતિક સમાગમનું પ્રતિક છે, જેની કલ્પના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૮ માં કરી હતી. છેલ્લા આઠ વર્ષમાં માધવપુરના મેળાએ જે વિશાળતા અને ભવ્યતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ મુજબ ગુજરાત સરકારે પુરુષાર્થ, પ્રયાસ અને પ્રયત્નો પૂરતા પ્રમાણમાં કર્યા છે. આ ભવ્ય આયોજન માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમને હું બિરદાવું છું.
આ મેળો વાર્ષિક સાંસ્કળતિક સમાગમની સાથે શ્રીકળષ્ણ અને-રુકમણીના મિલનના અવસરની સાથે સાથે ગુજરાત અને ઉત્તરપૂર્વીય ભારતના સાંસ્કળતિક મિલનનું પ્રમાણ છે. આ મેળો સાંસ્કળતિક વિરાસત અને સભ્યતાનું જીવંત પ્રતીક છે જેમાં સહભાગી થવાનું મને અવસર મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહેએ ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધતામાં એકતાની તાકાતને લઈને વિકસિત ભારત બનાવવાનો દ્રઢ નિヘય કર્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી એ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કળતિક ધરોહરના રક્ષણ પર વધુ ભાર મૂકયો છે. આપણી એકતા જ આપણી શ્રેષ્ઠતાનું કારક છે. મેળાનો વિસ્તાર થાય તે જ રીતે આ મેળો સૌથી વધુ ભવ્ય રીતે બન્યો છે અને આવનારા સમયમાં માધવપુરનો મેળો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્સવ બનીને દેશની સંસ્કળતિને ઉજાગર કરશે તેવી શુભેચ્છા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહેએ પાઠવી હતી.
ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજાએ મહાનુભાવોને આવકારી સ્વાગત પ્રવચન ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ના માધવપુર મેળામાં કરવામાં આવેલ સાંસ્કળતિક કાર્યક્રમની વિગતો આપી એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર મેળાની દિવ્યતા અને ભવ્યતાની માહિતી આપી હતી.
ગુજરાત અને અરૂણાચલ પ્રદેશના લેડી ગવર્નર, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, અર્જુનભાઈ મોઢવાડિયા, સંજયભાઈ કોરડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. બી.ચૌધરી, અધિક કલેકટર જે. બી. વદર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
* અહેવાલ *
હેમેન્દ્રકુમાર પારેખ
* તસ્વીર *
પરેશ પારેખ
પોરબંદર
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
