News of Thursday, 10th April 2025
ગોંડલ યાર્ડમાં 5989 બોક્સ કેરીની આવક:જાણો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ
રાજકોટ યાર્ડમાં 99 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ :ભાવ 600 થી 800 બોલાયો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 1500 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 1300 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 200 થી 600 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 4564 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 334 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 1091 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 500 થી 1200 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 192 બોક્સ કાચી કેરીની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 99 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 600 થી 800 બોલાયો હતો.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
