<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ઈન્ટરનેશનલ સાયબર ક્રાઈમ એક્સપર્ટ કચ્છી યુવાન સચિન દેઢીયાનુ પુના પાસે અકસ્માતમાં મોત

મુંબઈ પોલીસ સહિત અન્ય રાજ્યોની પોલીસને સાયબર ક્રાઈમની સેવાઓ અને તાલીમ આપનાર સચિન દેઢીયા દેશના ટોચના સાયબર એક્સપર્ટ અને સર્ટિફાઈડ એથિકલ હેકર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ :મૂળ કચ્છના મુન્દ્રા તા.ના કુંદરોડી ગામના અને હાલે મુંબઈ બોરીવલી મધ્યે રહેતા સાયબર ક્રાઈમ એક્સપર્ટ સચિન મહેન્દ્ર દેઢીયાનું મુંબઈ પુના એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ૪૫ વર્ષીય સચિન દેઢીયાની કાર કન્ટેનર ટ્રેલર સાથે અથડાઈ હતી. મૃતક સચિન દેઢીયા દેશના ટોચના ૨૫ સાયબર સુરક્ષા સલાહકાર પૈકી એક હતા. તેઓ મુંબઈ પોલીસ સહિત અન્ય રાજ્યોની પોલીસને સાયબર સુરક્ષા માટે મદદરૂપ બની તાલીમ આપી ચૂક્યા હતા. ઇન્ટરનેશનલ સાયબર ક્રાઈમ એક્સપર્ટ સચિન દેઢીયા એથીકલ હેકર હતા. ઇસી કાઉન્સિલ યુએસએ સાથે સંલગ્ન હતા. સ્વતંત્ર સાયબર ક્રાઇમ એક્સપર્ટ તરીકે તેઓ વિવિધ સરકારી વિભાગો, કોર્પોરેટ કંપનીઓ માટે પણ કામ કરતા હતા. દેશભરમાં ૫૦૦ થી વધુ સેમિનાર યોજી ચૂકેલા સચિન દેઢીયા પુના સેમિનાર માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

 

(9:37 AM IST)